________________
મોહનીય કર્મની પ્રબળતા, શ્રદ્ધાને ડગાવી દે છે. અને વિકથા આદિ પ્રમાદ સેવાઈ જાય છે. આથી ધર્મપ્રવૃત્તિમાં અરુચિ, કંટાળો, ઉદ્વેગ, ચંચળતા જેવા પ્રકારો સાધકને ધર્મક્રિયામાં પાછો પાડે છે. જે કંઈ ધર્મક્રિયા કરે તેની વિધિમાં અનુપયોગ કે અનાદર થઈ જાય. કંઈ પણ અંતરાય આવતાં ધર્મભાવના મંદ થાય છે. માટે ઇચ્છાયોગીએ આગળના યોગમાં પ્રવૃત્ત થવા અધ્યાત્મયોગ સુધી જવા માટે પ્રમાદના આ સર્વ પ્રકારોને જ્ઞાન દ્વારા, જાગૃતિ અને ધીરજપૂર્વક દૂર કરવા નિરંતર પ્રયાસ કરવો.
મોક્ષમાર્ગ સમજ પછી સરળ છે, પરંતુ અનાદિના સંસ્કારવશ તે દુર્ગમ થઈ પડ્યો છે. આથી પ્રમાદાદિ ત્રુટિવાળી ધર્મપ્રવૃત્તિ ઇચ્છાયોગમાં હોય છે. દર્શનમોહ જવા છતાં ચારિત્રમોહનો હજી ઉદય રહે છે તેથી શુદ્ધ દશા હોતી નથી. આ યોગમાં પ્રમાદનો સંભવ હોવાથી ત્રુટિ રહે છે. અતિચાર લાગે છે. જો કે ઇચ્છાયોગી સામાન્ય સંસારી જેવો પ્રમાદી નથી. મંદ કષાયી છે. તેનો પુરુષાર્થ પ્રમાદ દૂર કરવા પ્રત્યે છે. તે ધર્મનો સાચો જિજ્ઞાસુ છે. ૨. શાસ્ત્રયોગ
શાસ્ત્રનો અર્થ અત્રે કેવળ ગ્રંથોને ભણવા-વાંચવા એટલો જ અભિપ્રેત નથી. પરંતુ શાસ્ત્રનાં રહસ્યો અને બોધને જે ગ્રહણ કરે છે તેને શાસ્ત્રજ્ઞાનનો મર્મ આત્મજ્ઞાનરૂપે પરિણમે છે. તે સાધક યથાશક્તિ પ્રમાદરહિત હોય છે. સ્વસંવેદનાત્મક શ્રદ્ધાવાળાને તીવ્ર બોધને કારણે આગમપ્રમાણિત યોગરૂપ શાસ્ત્રયોગ હોય છે. યોગશાસ્ત્રમાં શાસ્ત્રયોગનું આવું સ્વરૂપ કહ્યું છે. (પરમ તેજ)
શાસ્ત્રયોગની પ્રણાલિ ૧. યથાશક્તિ અપ્રમાદી ૨. તથાવિધ મોહનાશથી સ્વસંવેદનાત્મક શ્રદ્ધાવાન ૩. તીવ્ર બોધની ભૂમિકા ૪. શાસ્ત્રનાં અખંડ વિધાનો જાળવીને ધર્મપ્રવૃત્તિ કરે
૨૯૬
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org