________________
નિજ શરીર સમ દેખીને પરજીવયુક્ત શરીર, માને તેને આતમા, બહિરાતમ મૂઢ જીવ. વિભમ પુત્રરમાદિગત આત્મ-અજ્ઞને થાય, દેહોમાં છે જેહને આતમ-અધ્યાવસાય. આ ભમથી અજ્ઞાનમય દઢ જામે સંસ્કાર; અન્યભવે પણ દેહને આત્મા ગણે ગમાર. દેહબુદ્ધિ જન આત્માને કરે તે દેહ સંયુક્ત; આત્મબુદ્ધિ જન આત્મને તનથી કરે વિમુક્ત, દેહે આતમબુદ્ધિથી સુત-દારા કલ્પાય; તે સૌ નિજ સંપત ગણી, હા ! આ જગત હણાય. ભવદુઃખોનું મૂળ છે દેહાતમધી જેહ; છોડી, રુદિય બની, અંતરમાંહીં પ્રવેશ. અનાદિષ્ણુત નિજરૂપથી, રહ્યો હું વિષયાસક્ત; ઈન્દ્રિય વિષયો અનુસરી, જાણ્યું નહિ “હું તત્ત્વ. બહિર્વચનને છોડીને, અંતર્વચ સૌ છોડ; સંક્ષેપે પરમાત્માનો દ્યોતક છે આ યોગ. રૂપ મને દેખાય છે, સમજે નહિ કંઈ વાત; સમજે તે દેખાય નહિ, બોલું કોની સાથ. બીજા ઉપદેશે મને, હું ઉપદેશું અન્ય; એ સૌ મુજ ઉન્મત્તતા, હું તો છું અવિકલ્પ. ગ્રહે નહિ અગ્રાહ્યને, છોડે નહિ ગ્રહેલ; જાણે સૌને સર્વથા, તે હું છું નિવેદ્ય. સ્થાણુ વિશે નરભ્રાન્તિથી થાય વિચેષ્ટા જેમ; આત્મભ્રમે દેહાદિમાં વર્તન હતું મુજ તેમ.
૨૧
સમાધિશતક
૩૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org