________________
યોગી અને ભોગીનું સૂરત-લક્ષણ જ ભિન્ન છે. સાધુ સાધક અવસ્થામાં કર્મના સંસ્કારોને નાશ કરવામાં પ્રવૃત્ત છે. અંતરંગ નિરંતર સોહં'ના જાપમાં લીન રહે છે. જ્ઞાનધારાયુક્ત અભ્યતર ભાવમાં રહે છે, તેથી આ પંચભૂતનો જે ભ્રમ છે તે તો સર્વથા નષ્ટ થયો છે. અને પંચભૂતની ઉપર છઠ્ઠ જે શાશ્વત ચૈતન્ય છે તેના જ્ઞાનસ્વરૂપમાં સમાઈને મુક્ત થઈ જાય છે. પછી પુનઃ સંસારનું આવાગમન તેમને નથી. જ્ઞાનીનું ચિત્ત વિકારવિહીન હોવાથી તેમને દુઃખનું કંઈ જ કારણ નથી. કારણ કે ચિત્તની નિર્દોષ અવસ્થા જ સુખનું કારણ છે.
કર્મ સહિત અને ક્લેશરહિત જીવ હોવાથી સંસારની ચારે ગતિમાં ભમે છે. કર્મરહિત નિષ્કષાયી હોવાથી પંચમ ગતિમાં વાસ કરે છે. જ્યાંથી પાછા ફરવાનું નથી.
યોગીને આ સંસારના કોઈ સુખની સ્પૃહા નથી. જ્ઞાનીને જ્ઞાનસ્વરૂપમાં કોઈ ઉપાધિ વળગતી નથી. યોગી સર્વ અવસ્થામાં, સંયોગોમાં, ન્યારો રહે છે. યોગીને આશ્રવનાં નિમિત્તો પણ સંવરરૂપે પરિણમે છે, કારણ કે તેમણે યોગ દ્વારા ઇન્દ્રિયોના વિષયો અને કષાયોનો પરાજય કરેલો છે. તેથી તેના દ્વારા થતા આશ્રવો તેમને સંવરરૂપે પરિણમે છે.
યોગીને જ્ઞાનયોગથી નિજસ્વરૂપનું સુખ વર્તે છે તેનું કથન વચનાતીત છે. જાણે છે તે જ માણે છે. યોગમાર્ગ સંપૂર્ણ વૈરાગ્યનો છે. ત્યાં કોઈ આશાતૃષ્ણા ફરકતી નથી. પરાધીન દશામાંથી જેને સ્વાધીન થવું છે, જેને પોતાના સહજ સ્વરૂપને પામવું છે. તેને માટે આ યોગમાર્ગ છે. આ માર્ગમાં કોઈ સંશય કે અનઅધ્યવસાય નથી, તદ્દન નિશ્ચિત અને પ્રત્યક્ષ માર્ગ છે. યોગમાર્ગમાં જ્ઞાન સાથે અંતરંગ સક્રિયાનું અનુસંધાન છે તેથી તે સ્વાનુભૂતિ સુધી લઈ જઈ મુક્તદશાને પ્રગટ કરે છે.
स्वप्ने दृष्टे विनष्टेऽपि, न नाशोऽस्ति यथात्मनः । तथा जागरदृष्टेऽपि, विपर्यासाविशेषतः ॥११॥
સમાધિશતક
૨૫o
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org