________________
प्रयत्नादात्मनो वायुरिच्छाद्वेषप्रवर्तितात् ।
वायोः शरीरयंत्राणि, वर्तन्ते स्वेषु कर्मसु ॥१०३॥ ઈચ્છાદિજ નિજ યત્નથી વાયુનો સંચાર; તેનાથી તનયંત્ર સૌ વર્તે નિજ વ્યાપાર. ૧૦૩
અર્થ : જીવવીર્યની ફુરણાથી જેમ રાગાદિ ભાવ ઉત્પન્ન થાય છે તેમ વાયુનો સંચાર થાય છે. અર્થાત્ જીવ સ્વયં પર્યાપ્તિ દ્વારા વાયુને પેદા કરે છે. તે પાંચ પ્રકારના વાયુ શરીરમાં રહે છે. જેમ રાગાદિભાવ આત્માના પ્રયત્નથી પ્રવર્તે છે, તેમ તે તે પ્રકારના વાયુથી શરીરનાં યંત્રો પ્રવૃત્તિ કરવા પ્રેરાય છે.
જેમ માનવનું બનાવેલું કોઈ રમકડું અનેક પ્રકારની ક્રિયાઓ કરે છે, તેમ વાયુના ધક્કાથી અને જીવની ફુરણાથી શરીરરૂપી રમકડું-યંત્ર અનેક ક્રિયા કરે છે. પરંતુ બહિરાત્મા શરીરની આ પ્રકારે થતી ક્રિયાનો પોતાને કર્તા માને છે. અને તે પ્રમાણે પ્રવર્તે છે.
જ્યારે અંતરાત્મા શરીરાદિનો નિમિત્ત સંબંધ જાણે છે અને તેમાં આત્મબુદ્ધિ કરતા નથી.
જીવ માત્રનું શરીર કાયાદિ યોગવાળું છે. તે કાયાદિની પ્રવૃત્તિમાં જીવની ફુરણા નિમિત્ત થાય છે ત્યારે તે કાયાદિની પ્રવૃત્તિ થાય તેને કાયયોગાદિ કહે છે.
જેમ કે જીવની ફુરણા પામીને જ્યારે મન વિચાર કરે છે ત્યારે તે મન યોગરૂપે પરિણમે છે. તે પ્રમાણે વચન જ્યારે વ્યક્ત થાય છે. ત્યારે તે વચન યોગરૂપે પરિણમે છે અને શરીરની જે કંઈ પ્રવૃત્તિ થાય છે ત્યારે તે કાયયોગરૂપે પરિણમે છે.
આમ મન, વચન અને કાયાના યોગો નિરંતર પ્રવૃત્ત રહે છે, તે પ્રવૃત્તિથી આત્મામાં વિભાવદશાને કારણે રાગદ્વેષના પરિણામ થાય છે, દેહમાં રહેલા વાયુના સંચારથી તે કાયાદિ યંત્રો કર્મ કરવા પ્રવર્તે છે. અને તે યંત્રોની પ્રવૃત્તિ આસવનું નિમિત્ત બને છે. આમ રાગાદિભાવ અને યોગનું નિમિત્ત પામી આસવ થાય છે.
આ વિશ્વમાં જડ પણ સૂક્ષ્મ કાર્મણ વર્ગણા ઠાંસીને ભરી છે.
એવનું નિમિત્ત , કર્મ કરવા
થોનું નિમિત્ત
સમાધિશતક
૨૬૫
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International ૧૮