SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ર૩ ૨૫ ૨૬ ૨૭ સ્થાણું વિશે વિભ્રમ જતાં થાય સુચેષ્ટા જેમ; ભ્રાન્તિ જતાં દેહાદિમાં થયું પ્રવર્તન તેમ. જે રૂપે હું અનુભવું નિજ નિજથી નિજમાંહી, તે હું નર-સ્ત્રી-ઈતર નહિ, એક બહુ-હિક નાહિ. નહિ પાયો નિદ્રિત હતો, પાગ્યે નિદ્રામુક્ત, તે નિવેદ્ય, અતીન્દ્રિ ને અવાચ્ય છે મુજ રૂપ. જ્ઞાનાત્મક મુજ આત્મ જ્યાં પરમાર્થે વેદાય, ત્યાં રાગાદિવિનાશથી નહિ અરિ-મિત્ર જણાય. દેખે નહિ મુજને જનો, તો નહિ મુજ અરિ-મિત્ર, દેખે જો મુજને જનો, તો નહિ મુજ અરિ-મિત્ર. એમ ત્યજી બહિરાત્મને, થઈ મધ્યાત્મસ્વરૂપ; સૌ સંકલ્પવિમુક્ત થઈ, ભાવો પરમસ્વરૂપ. તે ભાવ્ય “સોહમ્ તણા જાગે છે સંસ્કાર; તગત દઢ સંસ્કારથી આત્મનિમગ્ન થવાય. મૂઢ અહીં વિશ્વસ્ત છે, તત્સમ નહિ ભયસ્થાન, જેથી ડરે તેના સમુ કોઈ ન નિર્ભય ધામ. ઇન્દ્રિય સર્વ નિરોધીને, મન કરીને સ્થિરરૂપ, ક્ષણભર જોતાં જે દીસે, તે પરમાત્મસ્વરૂપ. જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મ; હું જ સેવ્ય મારા વડે, અન્ય સેવ્ય નહિ જાણ. વિષયમુક્ત થઈ મુજ થકી જ્ઞાનાત્મક મુજસ્થિત, મુજને હું અવલંબું છું પરમાનંદ રચિત. એમ ન જાણે દેહથી ભિન્ન જીવ અવિનાશ; તે તપતાં તપ ઘોર પણ, પામે નહિ શિવલાસ. ૨૮ ૨૯ ૨૧ 32 ૩૩ સમાધિશતક ૩૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001998
Book TitleAtama Zankhe Chutkaro
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2000
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy