________________
અર્થ : પૌદ્ગલિક પરપદાર્થના સંયોગ-વિયોગમાં સ્વ-પરનો જે વિકલ્પ તે અવિદ્યાજનિત વાસના છે, તેથી પરપદાર્થમાં સ્વ-પણાની વિકલ્પમય ભ્રમજાળ જીવને અજ્ઞાનથી અંધકારમય કૂવામાં ધકેલી દે છે.
સ્વ-પરના સંયોગ સંબંધમાં ઊભા થતાં સ્વપણાની વાસના અને ભ્રમ અનેક વિકલ્પો ઊભા કરે છે. તે વિકલ્પરૂપી જાળ જીવને અંધકૂપમાં ધકેલી પતન કરે છે. પછી ત્યાંથી જીવને ઉત્થાન કરવું દુર્લભ બને છે. આ માનવજન્મ ગુમાવ્યા પછી કોણ જાણે આ સૃષ્ટિના કયા ખૂણે જીવ ઉત્પન્ન થશે તે જાણતો નથી. તેને ત્યાં આત્મધર્મ પામવાના યોગ ક્યાં મળશે !
જ્યાં સુખનો કોઈ અંશ નથી તેવી વાસનાઓ મન વડે સેવીને જીવ કેટલાયે પ્રકારનાં કર્મોને ગ્રહણ કરે છે. જીવ પ્રયોજનભૂત નહિ એવા શેખચલ્લીની જેમ વિકલ્પ કરે છે. જો રિદ્રી હોય તો ધનવાન થવાના વિકલ્પ કરે છે. ધન મળે તેની માયામાં ફસાઈને તેની રક્ષા અને વૃદ્ધિ માટે ઘાટ ઘડે છે. નિઃસંતાન હોય તો સંતાનપ્રાપ્તિના વિકલ્પો કરે છે. પુત્રાદિની પ્રાપ્તિ થતાં ત્રીજી પેઢી માટેનું આયોજન કરે છે. સુખે રહેવાય તેવું ઘર હોય તો પણ મોટા ઘરની વાસના ઊઠે છે. એક ગાડી હોય તો ત્રણ ગાડી તેની આંખમાં રમ્યા કરે છે. આમ, નિરંતર શું કરું ? શું વધારું ? ક્યાં દોઢું ? હજી મેળવું ? એવા વિકલ્પોના વિચારમાં રાત-દિવસ વિતાવે છે. અને સાપ-છછૂંદર ગળે તેવી દશા થાય છે. સાપની જેમ સ્વાદરહિત વ્યર્થ વિકલ્પોને ગળે વળગાડે છે.
ધર્મક્ષેત્રમાં જાય ત્યાં પણ જો પરદ્રવ્યના વિકલ્પોની જાળ તોડી નહિ હોય તો તે ક્ષેત્રે પણ બાહ્ય પ્રકારોના પ્રયોજનોમાં યશ મેળવવામાં, શિષ્યાદિની વૃદ્ધિમાં વાસનાનું રૂપાંતર થાય છે.
ધર્મને નામે શુભભાવની ભ્રમણામાં સ્વરૂપને ભૂલી જાય છે. સંસારી તો પરવસ્તુના યોગવાળો છે તેનું કદાચ ભાન થાય, પણ આ ક્ષેત્રમાં તો તે માને છે કે આ તો ધર્મનિત ક્રિયા છે. તેથી અંતરમાં ચાલતા વિકલ્પોની ભ્રમણાજાળને ભેદી શકતો નથી. આવો
૩૮
Jain Education International
For Private & Personal Use Only
આતમ ઝંખે છુટકારો
www.jainelibrary.org