________________
તેનું જ રટણ કર તે સિવાય તારું જીવ્યું વૃથા થાય છે. સ્થિર જળમાં જેમ ચંદ્રનું બિંબ પ્રકાશે છે તેમ તારા નિર્મળ ઉપયોગમાં આત્મા પ્રકાશિત થાય છે, અનુભવાય છે. જ્ઞાનસ્વરૂપ આત્મા જ્ઞાન વડે જ અનુભવાય છે. શ્રવણનો શ્રીખંડ સ્વાદ ન આપે તેમ કેવળ આત્મકથાનું શ્રવણ અનુભવ ન આપે. કથનનું મનન અને ચિંતન કરવાથી અનુભવ થાય છે.
સંસારના પરિભ્રમણનો નિવેડો શાસ્ત્રની સ્મૃતિથી થતો નથી. શાસ્ત્રમાર અવિવેકીને અહંકાર પેદા કરે છે. દેહદૃષ્ટિ મનને ચંચળ કરે છે. તેથી ચિત્તમાં અનેક વિકલ્પો ઊઠે છે. અને તારી કથા ઘણી પુરાણી છે. તું જાણે છે કે બાળક પણ એકના એક રમકડાને જોઈને અણગમો કરે છે અને તેને ત્યજી દે છે. અને તે બુદ્ધિમાન છતાં આ જૂનું કેમ છોડતો નથી. એકની એક જ દેહદૃષ્ટિને તું મોહવશ ત્યજતો નથી. માટે હવે વિચાર અને આચારને મેળ કરતો જા.
तथैव भावयेद् देहाद् व्यावृत्यात्मानमात्मनि ।
यथा न पुनरात्मानं, देहे स्वप्नेऽपि योजयेत् ॥१२॥ નિજને તનથી વાળીને, અનુભવવો નિજમાંય;
જેથી તે સ્વપ્નેય પણ તનમાં નહિ જોડાય. ૮૨
અર્થ : અંતરાત્માએ દેહથી આત્માને પાછો વાળી એવી આત્મભાવના કરવી કે જેથી ફરીને સ્વપ્નમાં પણ આત્માને દેહભાવ ન ઊપજે.
અહો ! અનાદિથી જીવે અનંત પ્રકારના દેહ ધારણ કર્યા હોવાથી તેની દેહમાં આત્મબુદ્ધિ અત્યંત દૃઢ થઈ છે. શાસ્ત્રપ્રમાણથી વિચાર કરતાં જણાશે કે નિગોદમાં અને સ્થાવરપણામાં એકેન્દ્રિયપણે ફક્ત એક શરીર-સ્પર્શેન્દ્રિયના સંબંધમાં અનંતકાળ ગાળ્યો હતો. ત્યાંથી વિકલેન્દ્રિયમાં પણ કેવળ શરીરમાં દેહબુદ્ધિએ જ રહ્યો હતો, એ દેહભાવનો સંસ્કાર ગાઢ છે, ઘેરો છે, નિરંતર મન તેમાં જ જોડાયેલું રહે છે.
૨૧૨
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org