________________
લઈને નીકળે કે જેથી દેખતો માનવ તેને અથડાય નહિ. પણ દેખતો અંધને અથડાય છે. આમ દેખતો માનવ પણ મોહના પાશમાં વશ બને છે.
ઈન્દ્રિયસુખનો લોભ એ મહાવિકાર છે. જેમ જેમ સાધનો મળે તેમ તેમ ઉત્તેજિત થાય છે. અને તેમાં આત્મહિત શું તેનું તો તેને ભાન જ નથી, દર્શનમોહથી, દૃષ્ટિના વિકારથી તેની બુદ્ધિમાં પણ વિકૃતિ થઈ છે તેથી તે મોહપ્રકૃતિવશ અંધકારમાં અટવાયા કરે છે.
માયાના બંધનમાં પડેલો તે જાણતો નથી કે માનવજન્મ તેને આત્મહિત માટે મળ્યો છે. પૂર્વકર્મ પ્રમાણે જન્મ ધારણ થયો. યુવાની થતાં દીવાનો થયો, ધરતી પર ધમધમ કરતો ચાલ્યો ધન-યૌવનમાં રમ્યો અને વૃદ્ધત્વ આવ્યું ત્યારે પણ જાગ્યો નહિ, ત્યારે પણ ઉપાધિરહિત થયો નહિ. છેવટે કાળનો કોળિયો થઈ ઊપડી ગયો, અને મોહજનિત સંસ્કારો લેતો ગયો. આવી ઘટમાળમાં જીવ ફસાડ્યો છે, અંધ બન્યો છે.
તું આવો ઉત્તમ જન્મ પામ્યો છે માટે મોહરૂપી અંધકારમાંથી બહાર નીકળ. તારી અંતરદષ્ટિને જાગ્રત કર અને જો કે તારું આત્મહિત ક્યાં છે ? સંસારના વિષમ કર્મબીજને જ્ઞાન વડે નાશ કરી દે અને પુરુષના જીવન તરફ દૃષ્ટિ કર. તેઓ શુદ્ધ ચિત્ત વડે સ્વરૂપને પામ્યા છે. માટે તું પણ તેમના માર્ગને અનુસરજે. તો તેમના જેવું પરમાનંદ સ્વરૂપ પામીશ.
चिरं सुषुप्तास्तमसि, मूढात्मानः कुयोनिषु ।
अनात्मीयात्मभूतेषु, ममाहमिति जाग्रति ॥५६॥ મૂઢ કુયોનિમહીં સૂતાં તમોગ્રસ્ત ચિરકાળ; જાગી તન-ભાર્યાદિમાં કરે બહું મુજ'અધ્યાસ. ૫૬
અર્થ : ચિરકાલથી અંધકારમાં સૂતેલો મૂઢાત્મા નિગોદ જેવી કુયોનિમાં પડ્યો હતો. ત્યાંથી વળી યોગાનુયોગ બહાર નીકળ્યો અને સંજ્ઞીપણું પામ્યો, ત્યારે વળી અનાત્મીય પદાર્થોમાં આત્મભૂત ભાવ કરવા લાગ્યો.
સમાધિશતક Jain Education International
૧૫૩ www.jainelibrary.org
For Private & Personal Use Only