________________
૪૪
ઉપદેશમાળા – આ કેણું છે ને ક્યાં જાય છે?” તે વૃદ્ધ પુરુષે કહ્યું કે સ્થિર
ચિત્ત સાંભળ
ચંપા નગરીમાં “દધિવાહન નામનો રાજા હતા. તેને અતિ રૂપલાવણ્ય આદિ ગુણેથી યુક્ત, શીલથી અલંકૃત અને માતાપિતાને પ્રાણ કરતાં પણ વધારે પ્રિય એવી “વસુમતી” નામની પુત્રી હતી. એક દિવસ દધિવાહન રાજાને કઈ પણ કારણથી કૌશામ્બી નગરીના “શતાનીક” રાજાની સાથે કલહ થયો. શતાનીક રાજાએ મોટું સૈન્ય લઈ ચંપા નગરી ઉપર ચડાઈ કરી, દધિવાહન સિન્ય એકઠું કરી પરિવાર સાથે સામે થયો. મોટું યુદ્ધ થવાથી ઘણું લેકે નાશ પામ્યા. પરિણામે દધિવાહનનો પરાભવ થયો. તેનું સૈન્ય પણ નાશ પામ્યું. શત્રુના સિગ્યે નિર્ભયપણે અનાથ કામિનીને લૂટે તેવી રીતે ચંપાનગરીને લૂંટી. રાજાનું અંતઃપુર પણ લુંટયું. તે વખતે અંતઃપુરમાંથી નીકળી નાઠેલી અને ભયથી જેનાં નેત્ર ચપળ થઈ ગયાં છે એવી રાજકન્યા વસુમતી, ટોળામાંથી વિખૂટી પડેલી હરિણીની માફક આમતેમ નાચવા લાગી, તેને કોઈ પુરુષે પકડી. શતાનીક રાજાનું સૈન્ય પાછું વળ્યું. તેની સાથે વસુમતી પણ કૌશામ્બીમાં કેદી તરીકે આવી. ત્યાં તેને ચેકમાં વેચવા માટે આણી. તે વખતે કૌશામ્બીપુરવાસી “ધનાબહ” શેઠે મૂલ્ય આપીને તેને ખરીદી કરી. તે તેને જોઈ અતિ હર્ષિત થયો, અને પુત્રી તરીકે સ્વીકાર કરી તેને પોતાને ઘેર લઈ ગયો.
એકદા શેઠના પગ ધોતી વખતે વસુમતીને કેશપાસ ભૂમિ ઉપર પડતાં શેઠે તેને ઉચે પકડી રાખે તે જોઈ તેની ભાર્યા મૂલાએ મનની અંદર વિચાર કર્યો કે આ સ્ત્રી અતિ રૂપવંતી અને સૌભાગ્યાદિ ગુણથી અલંકૃત છે, તેથી મારો ભર્તાર તેના રૂપથી મેહિત થઈ જરૂર મારી અવગણના કરશે, માટે એને દુઃખ આપી ઘરમાંથી હાંકી કાઢું તે ઠીક.” એક દિવસ શેઠ કેઈ કાર્યને માટે બહાર ગામ ગયા. ત્યારે ઘરે રહેલી તેની ભાર્થીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org