________________
૨૫૦
ઉપદેશમાળા
વરદત્ત મુનિ વિહાર કરતાં સુસમારનગરે આવ્યા, અને નાગદેવના ચૈત્યમાં કાર્યાત્સગ કરીને સ્થિત થયા.
સુસમારપુરના રાજા મારને ‘અંગારવતી ' નામે અતિ રૂપવતી પુત્રી હતી. તેણે એક દિવસ કાઈ યાગિનીની સાથે વિવાદ કર્યા અને યાગિનીને નિરૂત્તર કરી. યાગિનીને ક્રાધ ઉત્પન્ન થયા, તેથી તેણે અંગારવતીનુ' રૂપ ચિત્રપટમાં આલેખીને ઉજ્જયિનીના રાજા ‘ચ’ડપ્રદ્યોત ’ને બતાવ્યું. તેના રૂપથી માહિત થઈને અને ચાગિનીના મુખથી પણ તે બહુ રૂપવતી છે એમ સાંભળીને તે ૨ાજાએ ધુ’ધુમાર રાજા પાસે દૂત મેાકલી અંગારવતીની માગણી કરી.
*
મારે કહેવરાવ્યું કે ‘પુત્રી મનની પ્રસન્નતાથી અપાય છે પણ ખળાત્કારથી લઈ શકાતી નથી.' એ પ્રમાણે દૂતના મુખથી સાંભળી ચડપ્રદ્યોત રાજાને અતિ ક્રોધ ઉત્પન્ન થયા, તેથી માઠુ લશ્કર લઈ સુસમારપુર આવીને ધેરા ઘાલ્યા. અલ્પ સૈન્યવાળા માર રાજા નગરની અંદર જ રહ્યો, બહાર નીકળ્યેા જ નહિ. એ પ્રમાણે ઘણા દિવસે। વ્યતીત થતાં ધુંધુમાર રાજાએ કાઈ નિમિત્તિયાને પૂછ્યુ· કે ‘મારો જય થશે કે પરાજય ?’નિમિત્તિયે કહ્યું કે ‘હું નિમિત્ત જોઈ ને કહીશ.' પછી પેલા નિમિત્તિયાએ ચેાકમાં આવીને ઘણાં બાળકાને ખ્વીવરાવ્યાં; એટલે તે બાળકા ભય પામીને નાગપ્રાસાદમાં રહેલા વરદત્ત ક્રુતિની પાસે ગયાં. ભચથી આકુળવ્યાકુળ થયેલા તે બાળકાને જોઈને મુનિએ કહ્યુ કે ‘· હે ખાળકા ! તમે ત્રીવે નહિ, ખીવા નહિ, તમને ભય નથી.’ આ પ્રમાણેનુ' મુનિનું વાકય સાંભળીને તે નિમિત્તિયાએ આવી રાજાને કહ્યું કે ‘હૈ રાજન ! આપને કોઈ પણ પ્રકારે ભય નથી. આ૫ના જય થશે.' એ પ્રમાણે સાંભળીને ધુંધુમાર રાજા અતિ હર્ષિત થયા અને નગરથી બહાર નીકળી યુદ્ધમાં ચ'પ્રદ્યોતને પરાજય કરી તેને જીવતા પકડીને નગરમાં દાખલ થયા. ધુંધુમાર રાજાએ ચપ્રદ્યોતને કહ્યું કે ‘હું તને કયા પ્રકારને દંડ કરુ? ત્યારે ચડપ્રદ્યોતે કહ્યુ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org