________________
૪૪
ઉપદેશમાળા
લાગ્યા, અને પ્રસંગે પ્રસંગે નિમિત્ત વિગેરે પૂછવા લાગ્યા. તે કપટી તપાસ પણ લગ્નના બળથી લોકેને આગામી વરૂપ કહેવા લાગ્યો. પછી તે કૂટપક રાત્રે ચારને બેલાવીને પોતે દિવસે જોયેલા ગૃહસ્થના ગૃહમાં બધી હકીકત સમજાવી ખાતર પડાવીને ચોરી કરાવવા લાગ્યો. એ પ્રમાણે હંમેશાં ચોરી કરાવતાં તેણે ત્રણે ગામના લોકોને નિર્ધન કર્યા. એકદા તે એક ખેડુતના ઘરમાં ખાતર પાડવા ચેરોને લઈને ગયો. ત્યાં ખાતર પાડતી વખતે તે ખેડુતને પુત્ર જાગી ગયે, એટલે સર્વ ચેરો નાસી ગયા, પણ એક ચોર પકડાઈ ગયો. તેને પકડીને તે રાજા પાસે લઈ ગયો. રાજાએ તે ચેરને ધમકી આપી કહ્યું કે-બેલ, સત્ય વાત કહી દે. નહીં તે તેને મારી નાંખીશ.” ત્યારે તે ભય પામીને બે કે-“હે મહારાજા ! અમને આ કૂટક્ષપ તાપસ જે ઘર બતાવે છે તે ઘરે અમે ખાતર પાડીએ છીએ. ” પછી રાજાએ તાપસ સહિત સર્વે ચોરને પકડી મંગાવ્યા અને સવે ચોરોને મારી નંખાવ્યા, માત્ર એક તાપસને જીવતો રાખે; પણ તેની બન્ને આંખે કઢાવીને મૂકી દીધો. પછી તે તાપસ મહા વેદનાને અનુભવતો સતે મનમાં પશ્ચાત્તાપ કરવા લાગે કે“હા ! મને ધિક્કાર છે! મેં બ્રાહ્મણ થઈને કૂટતાપસને વેષ ધારણ કરી ઘણું લેકેને છેતર્યા. મેં લોકોને મહા દુઃખનું કારણ ઉત્પન્ન કર્યું. મારો આત્મા મેં મલિન કર્યો. હું બને ભવ હારી ગયા. જોકે જે કાંઈ અશુભ કાર્ય કરવામાં આવે તે સર્વ નિંદાપાત્ર તે છે જ, પરંતુ તપસ્વી થઈને જે પુરુષ પાપકર્મ કરે છે તે અત્યંત નિંદાપાત્ર છે અને મલિનમાં પણ અતિ મલિન છે.” એ પ્રમાણે પોતાના આત્માને શેક કરતે તે તાપસ અત્યંત દુઃખને ભાજન થયે. આ પ્રમાણે બીજે પણ જે કઈ ધર્મને વિષે કપટ કરે છે તે અત્યંત દુઃખી થાય છે. એ આ કથાનું તાત્પર્ય છે.
છે ઈતિ કપટક્ષય તાપસ દષ્ટાન્ત ૬૬ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org