________________
૪૬૮
ઉપદેશમાળા
પાળે। શ્રી જિનેશ્વરને વંદના કરવા ગયા. પછી તે ક્ષુધાતુર સેકે ખીર, વડાં વિગેરે દેવીના નૈવેદ્યને કઠ સુધી ખાધાં એટલે તેને અત્યંત તૃષા લાગી; પણ દ્વારપાળાએ તેને તે સ્થાનેથી બીજે જવાના નિષેધ કર્યો હતા, તેથી તે જળપાન કરવા કાંઇ ગયેા નહી, તેમજ એ પ્રમાણેના કર્મીના ઉદયથી તૃષાતુરપણામાં જળના ધ્યાનમાં મૃત્યુ પામ્યા અને તે જ દરવાજાની નજીક રહેલી એક વાપી (વાવ )માં દેડકા થયેા.
કેટલેક કાળે ક્રીથી શ્રીમહાવીર સ્વામી ત્યાં સમવસર્યા. તે વખતે વાવમાં જલ ભરતી પૌરલેાકાની સ્રીએ પરસ્પર વાતા કરવા લાગી કે “ હું બહેનેા ! ઉતાવળ કરી. આજે શ્રી મહાવીર પ્રભુને વાંદવા જવું છે. આજના દિવસ ધન્ય છે કે જેથી આજે શ્રી વીર પ્રભુનુ આપણને દર્શીન થશે. ” આ પ્રમાણેનાં તે એનાં વાકયો સાંભળીને 'ઇહાપેાહ કરતાં તે દેડકાને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયુ, અને પેાતાના પૂર્વ ભવ (સેઝુકને ભવ ) તેણે જાણ્યા. પછી તે દેડકા પણુ ભગવાનને વાંઢવા માટે વાપીની બહાર નીકળી ચાલ્યું. મામાં શ્રેણિકરાજા સૈન્ય સહિત ભગવાનને વાંઢવા જતા હતા, તેના અશ્વના પગની ખરીના પ્રહારથી દવાઈને તે દેડકા ભગવાનનાં ધ્યાનમાં જ મરણ પામી પ્રથમ સ્વર્ગમાં દર્દુરાંક નામે દેવતા થયે. અવધિજ્ઞાનવડે પેાતાના પૂર્વભવ જાણીને તે કાઢીયાનુ રૂપ વિષુવી શ્રેણિક રાજાના સમ્યક્ત્વની પરીક્ષા કરવા માટે ભગવાનને વાંદવા આવ્યેા. તે દેવ ભગવાનની પાસે બેસી પેાતાના શરીર પરથી સૌને દેખાતા કોઢના દુર્ગંધી રસ ( ચેપ ) લઈ ભગવાંતના ચરણે ચંદનરસ ચાપડવા ( લેપ કરવા ) લાગ્યા. તે જોઈ ને શ્રેણિક રાજાને તેના પર ક્રોધ ચડયો અને મનમાં મલ્ચા કે કાણુ આ પાપિન્ન ભગવાનની અવજ્ઞા કરે છે ? જ્યારે આ બહાર નીકળશે, ત્યારે હું તેને સારી રીતે શિક્ષા કરીશ.' આ પ્રમાણે તે વિચાર કરે છે, તેવામાં ભગવાનને છીક આવી. તે વખતે પેલા ધ્રુવે તમે મરા’ ૧ ઇહા ને અપેાહ=સાંભળેલા વાકચ ઉપરથી આવું. પૂર્વે મેં કોઈ વખત સાંભળ્યુ' છે, એવી પૂર્વનું સ્મરણ કરવા માટે ગાઢ વિચારણા કરવી તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org