________________
४७०
ઉપદેશમાળા
હિંસાદિક પાપનું આચરણ કરે છે, અને મરણ પામ્યા પછી સાતમી નરકે જવાનો છે. માટે તેને “ન જીવ અને ન મર” એમ કહ્યું આ ચાર ભાગા સર્વ જીવ પર લાગુ પડે છે. (એટલે કે ચાર ભાંગામાંથી કઈ પણ એક ભાંગામાં હરકોઈ જીવ આવી શકે છે) આ દéરાંક દેવના મનને અભિપ્રાય છે. તે સાંભળીને શ્રેણિકે ભગવાનને વિનંતિ કરી કે “હે સ્વામી! આપ જેવા મારે માથે ગુરુ છતાં મારે નરકમાં જવું કેમ યોગ્ય કહેવાય ?” ભગવાન બોલ્યા કે “હે રાજા! તે સમ્યફ પામ્યા પહેલાં નરકનું આયુષ્ય બાંધેલું છે, તે કેઈથી પણ દૂર (મિથ્યા ) થઈ શકે તેમ નથી. પરંતુ તું ખેદ ન કર. આવતી ચોવીશીમાં તું પદ્મનાભ નામે પ્રથમ તીર્થકર થવાનું છે.” એ સાંભળીને રાજાએ હર્ષિત થઈ ફરીથી પ્રભુને પૂછ્યું કે “હે ભગવાન! શું તે કઈ પણ ઉપાય નથી કે જેથી મારે નરકમાં જવું ન પડે?” ત્યારે ભગવાન બોલ્યા કે “જે તારી કપિલા નામની દાસી ભાવપૂર્વક સાધુને દાન આપે, અને જે કાલસૌકરિક હંમેશાં પાંચસે પાડા મારે છે તે ન મારે તે તારે પણ નરકે જવું ન પડે.” તે સાંભળીને રાજા ભગવાનને વંદના કરી ઘર તરફ ચાલ્યો. માર્ગમાં ફરીથી શ્રેણિક રાજાના સમકિતની પરીક્ષા કરવા માટે દર્દ રાંક દેવ એક સાધુનું રૂપ વિકુ ઘણુ મત્સ્યથી ભરેલી જાળ લઈને રાજાની સન્મુખ આવ્યો. તેને જોઈ શ્રેણિકે પૂછયું કે “ અરે મુનિને વેષ ધારણ કરનાર એવા તે આ જાળને કેમ ગ્રહણ કરી છે ? અને જે આ જાળ ધારણ કરે છે, તે શું તું મસ્યાદિકને આહાર પણ કરે છે ?” આ વિષય પર શ્રેણિકના પ્રશ્ન અને દેવના ઉત્તરવાળો શ્લોક આ પ્રમાણે છે –
કંથાચાર્ય તથા કિં નનું શફરવધે જાલમશ્નાસિ મસ્યાનું ! તાનું વિ મોપદેશાતુ પિબસિ મધુ સમયથા યાસિ વેશ્યામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org