________________
૫૦૦
ઉપદેશ માળા ગયા, બીજા કેટલાએક ખેડુતેએ તે સર્વ બીજને વાવીને ઉગાડયું, કેટલાએક અધું ખાધું ને અધું વાવ્યું, તથા કેટલાએક ખેડુતે વાવીને પછી જ્યારે તે ઉગ્યું કે તરત જ એટલે પૂરું પાકવા દીધા પહેલાં જ ત્રાસ પામીને એટલે પાછળથી રાજસેવકે આ ધાન્ય લઈ જશે એવા ભયથી તે ધાન્ય પતાને ઘેર લઈ જવા માટે ક્ષેત્રમાં કૂટવા લાગ્યા. કૂટીને દણ કાઢવા લાગ્યા.” તેને પણ રાજસેવકે એ ગુન્હેગાર ગણું પકડયા અને ઘણું દુખ આપ્યું. ૪૯૬. - હવે આ બે ગાથામાં કહેલા દૃષ્ટાંતને ઉપનય બતાવે છે– રાયા જિણવરચંદે, નિખીયું ઘમ્મવિરહિઓ કાલો ખિન્નાઈ કન્મ ભૂમી, કાસગવો ય ચત્તારિ | ૪૯૭ છે
અર્થ–“જિનવરચંદ્ર (તીર્થંકરદેવ)ને રાજા જાણવા, ધર્મ રહિત કાળને નિબી જસમય (ગયું છે ધર્મરૂપી બીજ જે કાળે એ સમય) જાણો, પંદર કર્મભૂમિને ક્ષેત્રો જાણવાં, તથા કર્ષક (ખેડૂત) વર્ગ ચાર પ્રકારને જાણ. અસંયત, સંયત, દેશવિરતિ અને પાર્શ્વસ્થ એ રૂપ ચાર પ્રકારના જીવોને ખેડૂત વર્ગ જાણ. ૪૭. અસંજહિં સવં, ખઈઅં અદ્ધ ચ દેવરએહિં સાહહિં ઘમ્મબીઍ, ઉત્ત નીઅં ચ નિષ્ફત્તિ ૪૯૮
અર્થ–“હવે તે અરિહત રાજાએ ધર્મ રૂપી બીજ ચારે વર્ગના કર્ષકને આપ્યું તેમાં અસંયત (વિરતિ રહિત) પુરુષે તે ધર્મબીજ બધું ખાઈ ગયા, અને દેશવિરતિવાળા એટલે સ્કૂલ પ્રાણાતિપાત થકી વિરતિ વિગેરે વ્રતને ધારણ કરનાર શ્રાવકે અધું ધર્મબીજ ખાધું અને અધુ વાવ્યું. તથા સાધુઓએ તે વિરતિધર્મરૂપી બીજ બધું આત્મારૂપી ક્ષેત્રમાં વાવ્યું, અને તેને નિષ્પત્તિ (ઉત્પત્તિ) પમાડયું એટલે સારી રીતે તેનું પાલન કર્યું.” ૪૯૮ ગાથા ૪૯૭–નિબીએ વિરહીઓ કાસગવગે છે ગાથા ૪૯૮-ખયં વિરએહિ. ધમ્મબીયં વીર્ય ! નિપત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org