________________
ઉપદેશમાળા
४८3 જમાલિ બે કે “હે શિષ્ય! એ ભગવાનનું વચન અસત્ય છે, કેમકે એ વચન પ્રત્યક્ષ રીતે જ વિરુદ્ધ દેખાય છે. ભૂતકાળ અને વર્તમાન કાળમાં મોટે વિરોધ આવે છે, માટે કર્યા પછી જ કર્યું એમ કહેવું પણ કરાતું હોય તેને કર્યું ન કહેવું.” તે સાંભળીને સર્વ શિષ્ય બોલ્યા કે “જેમ કેઈ પુરુષ કયાંઈક દૂર ગામ જવા તૈયાર થઈને નીકલ્યા ને ગામ બહાર ઉભે હોય તો પણ તે અમુક ગામે ગયે જ કહેવાય છે. જેમ કેઈ ભાજન થેડું ભાગ્યું હોય તોપણ તે વાસણ ભાંગ્યું કહેવાય છે. જેમ વસ્ત્રનો થોડો ભાગ ફાડ્યા છતાં પણ વસ્ત્ર ફાટવું એ વચન-વ્યવહાર થાય છે, તેવી જ રીતે કરાતું એવું કાર્ય પણ કર્યું એમ કહેવાય છે. “કડેમણે કડે” એ નિશ્ચય સૂત્ર છે. જે પ્રથમ સમયે કાર્યની ઉત્પત્તિ ન માનીએ, તે પછી બીજે ક્ષણે પણ કાર્ય થયું નહીં કહેવાય, એમ ત્રીજે ચોથે વિગેરે ક્ષણે પણ કાર્ય ઉત્પન્ન થયેલું કહેવાશે નહીં. માત્ર એક છેલ્લે જ ક્ષણે કાર્યસિદ્ધિ કહેવાશે. તેમ માનવાથી પ્રથમાદિક ક્ષણેની વ્યર્થતા થશે. વળી અંત્ય ક્ષણે જ કાંઈ સર્વ કાર્યસિદ્ધિ દેખાતી નથી. માટે “કડેમણે કડે” એ ભગવાનનું વાક્ય યુક્તિયુક્ત અને સત્ય જ છે.” ઈત્યાદિક અનેક યુક્તિથી બંધ કર્યા છતાં પણ જમાલિએ પિતાને કદાગ્રહ છોડ્યો નહીં, ત્યારે કેટલાક શિષ્યો “આ (જમાલિ) અયોગ્ય છે, જિનવચનનો ઉત્થાપક છે, અને પોતાના મતનું સ્થાપન કરનાર નિહર છે.” એમ જાણી તેને તજીને ભગવંતની પાસે ગયા.
પછી જમાલિ પણ નીરોગી થયો ત્યારે વિહાર કરતે કરતે ચંપાનગરીમાં ભગવાનની પાસે આવી કહેવા લાગ્યું કે “હું તમારા બીજા શિષ્યોની જેમ છઘસ્થ નથી, પણ હું છો કેવળી છું.” તે સાંભળીને શ્રી ગૌતમસ્વામીએ પૂછ્યું કે “જો તું કેવળી છે તે કહે કે આ લેક શાશ્વત છે કે અશાશ્વત? તથા જીવ શાશ્વત છે કે અશાશ્વત?” તે સાંભળીને તેના પ્રત્યુત્તર આપવાને અસમર્થ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org