________________
૪૮૪
ઉપદેશમાળા જમાલિ મૌન ધારીને જ રહ્યો. ત્યારે શ્રી ગૌતમસ્વામી બેલ્યાં કે “હે જમાલિ! તું કેવળીનું નામ ધારણ કરે છે અને ઉત્તર કેમ આપી શકતે નથી? હું છઘથ છું તે પણ તેને ઉત્તર જાણું છું તે સાંભળલેક બે પ્રકારનો છે. શાશ્વત અને અશાશ્વત તેમાં દ્રવ્યમી આ લોક શાશ્વત (નિત્ય) છે, અને પર્યાય થકી એટલે ઉત્સર્પિણું અવસર્પિણી વિગેરે કાળપ્રમાણુથી અત્પાત (અનિત્ય) છે. તથા જીવ પણ દ્રવ્યથી નિત્ય છે, અને દેવ, મનુષ્ય, તિર્યંચ તથા નરગતિરૂપ પર્યાયથી અનિત્ય છે.” તે સાંભળીને તેના ઉત્તર ઉપર શ્રદ્ધા નહીં રાખત જમાલિ વિહાર કરી શ્રાવસ્તી નગરીએ ગયે.
- સુદર્શના સાધ્વીએ પણ જમાલિને મત અંગીકાર કર્યો હતું. તે સુદર્શના પણ તે જ નગરીમાં ઢંક નામના ભગવાનના ઉપાસક કુંભારની શાળામાં રહીને લોકેની પાસે જમાલિના મતની પ્રરૂપણ કરવા લાગી. તે સાંભળી ઢકે વિચાર્યું કે “જુઓ! કર્મની કેવી વિચિત્રતા છે? આ સુદર્શન ભગવાનની પુત્રી થઈને પણ કમના વશકી અસત્ પ્રરૂપણ કરે છે, તે પણ જે આને હું કઈ પણ ઉપાયથી પ્રતિબંધ પમાડું તે મને મોટું ફળ પ્રાપ્ત થાય.” એમ વિચારીને તેણે એકદી પિરસીના મધ્યમાં સ્વાધ્યાય કરતી સુનંદા (સુદર્શન) સાધ્વીની સાડી પર એક અંગારો નાંખ્યો, તેથી સાડીમાં બે ત્રણ છિદ્ર પડ્યાં તે જોઈને સુદર્શનાએ કહ્યું કે“હે શ્રાવક! આ તે શું કર્યું? મારી આ આખી સાડી વાળી નાંખી” ત્યારે ઢક બે કે “હે સાધ્વી! તમે એમ ન બોલે, એ તે ભગવાનને મત છે; કેમકે “બળવા માંડયું હોય તે બળ્યું કહેવાય” એવું ભગવાનને કહેલું છે. તમારો મત તે સમગ્ર વન્યા પછી જ વળ્યું કહેવાનું છે, માટે હવે તમે ભગવાનનું વચન સત્ય માને.” આ પ્રમાણે ટંકની બુદ્ધિથી સુદર્શનાએ ભગવાનનું વચન સત્ય માન્યું. પછી તેણે જમાલિ પાસે આવીને કહ્યું કે “ભગવાનનું વાક્ય સત્ય છે, અને તમારો મત પ્રત્યક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org