________________
૪૮૨
ઉપદેશમાળા હતે, તેણે જ આત્માને હિતકારક એવું ધર્માનુષ્ઠાન કર્યું હતું, તે તે આ લેકમાં જિનશાસનને વિષે વચનીયતા–નિદાને પામત નહીં–અર્થાત્ ધર્માનુષ્ઠાન નહીં કરવાથી તે નિંદાપાત્ર થયો છે એમ થાત નહીં. ૪૫૯.” અહીં જમાલિનું દૃષ્ટાંત જાણવું.
જમાલિની કથા કુડપુર નગરમાં જમાલિ નામને એક માટી અદ્ધિવાળે ક્ષત્રિય રહેતા હતા. તે યુવાવસ્થા પામ્યા ત્યારે શ્રી મહાવીર સ્વામીની પુત્રી સાથે પર, તથા બીજી પણ રાજકન્યાઓ પર. તે સર્વેની સાથે પંચેન્દ્રિય સંબંધી સુખ ભોગવત સતે એકદા તે શ્રી મહાવીર સ્વામીને વાંદવા ગયા. ત્યાં વંદના કરીને ભગવાનના મુખથી દેશના સાંભળી. તેથી સંસારની અસારતા જાણી એટલે તેણે પાંચસે રાજકુમારે સહિત મહોત્સવ પૂર્વક ચારિત્ર ગ્રહણ કર્યું. ભગવાનની પુત્રી સુદર્શનાએ પણ ઘણી સ્ત્રીઓ સહિત ચારિત્ર ગ્રહણ ક્યું. ભગવાને જમાલિન પાંચ રાજકુમારે શિષ્ય તરીકે સેપ્યા. જમાલિએ અનુક્રમે એકાદશાંગને અભ્યાસ કર્યો, અને છઠ્ઠ અડ્ડમાદિ, તપ કરવા લાગે. અન્યદા તેણે ભગવાનની પાસે આવીને ભિન્ન વિહાર કરવાની આજ્ઞા માગી. પરંતુ ભગવાનને આજ્ઞા આપી નહીં. ત્યારે ભગવાનની આજ્ઞા વિના જ પાંચસે શિષ્યો સહિત તેણે જુદે વિહાર કર્યો. અનુક્રમે વિહાર કરતાં તે શ્રાવસ્તી નગરીના કેષ્ટક નામના વનમાં આવ્યા,
ત્યાં તેના શરીરમાં મહા જવર ઉત્પન્ન થયો. તે જવરની વેદના સહન ન થવાથી તેણે પોતાના એક શિષ્યને કહ્યું કે “મારે માટે સંથારે કર.” ત્યારે શિષ્ય સંથારો કરવા માંડ્યો. ફરીથી જમાલિએ વેદના સહન ન થવાથી પૂછ્યું કે “સંથારે કર્યો?” શિષ્ય જવાવ આવે કે “હા કર્યો. તે સાંભળીને જમાલિ ત્યાં આવી જઈને બેલ્યો કે “હે શિષ્ય! તું હજુ સંથારો કરે છે, અને કર્યો એમ અસત્ય કેમ કહ્યું?” શિષ્ય જવાબ આપે કે “કડેમણે કડે-કરવા માડેલું તે કર્યું જ કહેવાય એવું ભગવાનનું વચન છે.” તે સાંભળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org