________________
૪૯૫
ઉપદેશમાળા
કૂર્મની કથા વારાણસી નામની મહાપુરીમાં ગંગાનદીની પાસે એક મૃગંગા નામને મેટો દ્રહ છે. તેની સમીપે માલયા કચ્છ નામે એક મોટું ગહન વન છે. તે વનમાં બે દુષ્ટ શીયાળ રહેતા હતા. તે મહા પ્રચંડ અને ભયંકર (કૂર) કર્મ કરનાર હતા. એકદા તે દ્રહમાંથી બે કૂર્મ (કાચવા) બહાર નીકળ્યા. તેમને પેલા દુષ્ટ શીયાળાએ જોયા. તેથી તે કૂર્મના તરફ તેમને મારવા દોડયા. તે પાપી શીયાળાને આવતાં જોઈને બને કૃ પિતાનાં અંગોને સંકેચીને રહ્યા. પાપી શીયાળાએ આવીને તે કૃર્મોને ઉંચા ક્ય, પછાડયા, ઘણા નખના પ્રહાર દીધા તેમને મારવા માટે ઘણે પ્રયત્ન કર્યો. પરંતુ તે કાચબાઓએ પોતાનું એક અંગ બહાર કાઢયું નહીં, તેથી તે ભેદ ન પામ્યા. એટલે તે બને માયાવી શીયાળ થાકીને નજીકના ભાગમાં સંતાઈ રહ્યા છેડી વારે એક કાચબાએ તેમને ગયેલા ધારીને પિતાનાં અંગે બહાર કાઢયાં. તે પેલા પાપી શીયાળાએ જોયું. પેલા કાચબાએ ધીરે ધીરે ચારે પગ તથા ગ્રીવા વિગેરે સર્વ અંગે બહાર કાઢયાં. એટલે તરત જ અકસમાતું આવીને તે શીયાળાએ તેને ગ્રીવામાંથી પકડી પૃથ્વી પર નાંખી નખના પ્રહારથી તેને મારી નાખીને ખાઈ ગયા તેને મારી નાંખેલે જાણીને પેલા બીજા કાચબાએ પિતાનાં અંગો વધારે વધારે સંકેચી લીધાં. પેલા દુષ્ટ શીયાળોએ તેને મારવા માટે ઘણા ઉપાય કર્યા, તો પણ તેને કાંઈ કરી શક્યા નહીં. ઘણુવારે થાકીને તે શીયાળીયા દૂર ચાલ્યા ગયા. પછી તે કાચ તેમને ઘણું દૂર ગયા જાણીને પ્રથમ પિતાની ગ્રીવા જરા બહાર કાઢી ચતરફ જવા લાગ્યા. એટલે તેમને વધારે દૂર ગયા જાને (ઈને) એકદમ ચારે ચરણે બહાર કાઢી તરત જ જલદીથી દોડતે મૃદ્દગંગા નામના હૃદમાં પેસી ગયો અને પોતાના કુટુંબને મળી સુખી થયા.
આ દષ્ટાંત પ્રમાણે બીજા પણ જે સાધુ પોતાના અંગે પાંગને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org