________________
ઉપદેશમાળા
૪૮૫ રીતે અસત્ય છે.” એમ કહ્યા છતાં પણ જમાલિએ કમના વશથી તે વચન અંગીકાર કર્યું નહીં.
પછી સુદર્શના ભગવાનની પાસે આવી મિથ્યા દુષ્કત આપી ચારિત્રનું પ્રતિપાલન કરી કેવળજ્ઞાન પામીને મેક્ષે ગઈ; અને જમાલિ તે ઘણા દિવસ સુધી કષ્ટ સહીને પ્રાંતે પંદર દિવસનું અનશન કરી વિરાધક હેવાથી કિબિષી દેવ થયે. ત્યાંથી આવીને ચિરકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરશે.
આ પ્રમાણે જમાલિએ જેમ જિનવચનનું ઉત્થાપન કરવાથી બહુ સંસાર ઉપાર્જન કર્યો, તેવી જ રીતે પણ જે કઈ જિનાજ્ઞાની વિરાધના કરે તે આ લોકમાં નિંદા અને પરલોકમાં દુર્ગતિને પ્રાપ્ત થાય તથા બહુલ સંસારી થાય, માટે શ્રીજિનેશ્વરનું વચન સત્યપણે સÉહવું, એ આ કથાનું તાત્પર્ય છે.
છે ઈતિ જમાલ સંબંધ છે ઇંદિયાસાયગારવમહિ, સયયં કિલિડુપરિણામો કમ્મધણમહાજાલં, અણુસમય બંધાઈ જીવો ૪૬ના
અર્થ-“સ્પર્શ વિગેરે ઈન્દ્રિયે, ક્રોધાદિક કષાય, રસ સાત ને અદ્ધિ એ ત્રણ ગારવ તથા જાતિ વિગેરેને મદ-એટલાએ કરીને નિરંતર કિલષ્ટ પરિણામવાળો (મલિન પરિણામવાળો) એટલે દુષ્ટ પરિણામમાં વર્તતે એ સંસારી જીવ દરેક સમયે કર્મરૂપી મેઘના સમૂહને બાંધે છે (ઉપાર્જન કરે છે), અર્થાત્ કર્મરૂપી મેઘના પટેલે કરીને જ્ઞાનરૂપી ચંદ્રનું આચ્છાદન કરે છે.” ૪૬૦.
પર પરિવાયવિસાલા, અગકંદપૂવિસયભેગેહિં સંસારત્યા જીવા, અરઈવિણો કરતે વં ૪૬૧ છે ગાથા ૪૬૯–બંધઈ ગાથા ૪૬૧-વિણેય કરિ તેવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org