________________
૪૬૫
ઉપદેશમાળા
સુલસની કથા રાજગૃહ નગરમાં મહા ક્રર કરનાર અને અધમ કાલસોકરીક નામે પશુવધ કરનાર (કસાઈ) રહેતું હતું. તે હંમેશાં પાંચ પાડાને વધ કરતે હતું, અને તે વડે કુટુંબનું પિષણ કરતે હતું. તેને સુલસ નામે એક પુત્ર થયો. તે અભયકુમારના સંસર્ગથી શ્રાવક થયે કેટલેક કાળે કાળસૌકરિકના શરીરમાં એવા મોટા રોગો ઉત્પન્ન થયા કે જેની વેદનાને તે સહન કરી શકતો નહીં. તેથી તે અત્યંત વિલાપ અને પિકાર કરતે હતે. તેના સ્વજને અનેક પ્રકારના ઔષધ કરતાં હતા, પણ વેદના શાંત થતી નહોતી. એકદા પિતાના દુઃખથી દુઃખી થયેલા સુલશે અભયકુમારને તે બાત કહી, એટલે અભયકુમારે તેને કહ્યું કે “હે સુલસ! તારે પિતા મહા પાપી હોવાથી નરકમાં જવાનું છે, તેથી સારાં ઔષધોથી તેને શાંતિ થશે નહીં, માટે તેનું તું મધ્યમ (હલકા પ્રકારનું કનિષ્ઠ) ઔષધ કર કે જેથી તેને કાંઈક સુખ થાય.” આવી અભયકુમારે આપેલી બુદ્ધિથી સુલસે ઘેર આવી પિતાના શરીર પર વિષ્ટા વિગેરે દુર્ગ-ધી વસ્તુઓનું વિલેપન કરાવ્યું, બેરડી અને બાવળ વિગેરેના કાંટાની શય્યા કરી તેમાં સુવાડ્યા, કડવાં કષાયલાં ને તીખાં ઔષધે પાવા માંડચાં, ગાય ભેંસ વિગેરેનાં મૂત્ર પાયાં, કુતરા અને ભુંડ વિગેરેની વિષ્ટાને ધૂમાડો દીધે, તથા રાક્ષસ અને વેતાલ વિગેરેના ભયંકર રૂપે દેખડાવ્યાં. એવી રીતે કરવાથી તેના શરીરને મહા સુખ ઉત્પન્ન થયું, તેમજ તે પોતાના મનમાં પણ અત્યંત સુખ માનવા લાગ્યા. પછી તે કાળસીરિક મૃત્યુ પામીને સાતમી નરકમાં નારકીપણે ઉત્પન્ન થયે.
તેનું પ્રેતકાર્ય (મરણક્રિયા) કર્યા પછી સુલસને તેના કુટુંબ કહ્યું કે “તું પણ હવે તારા પિતાની જેમ હંમેશાં પાંચસે પાડાને વધ કરીને કુટુંબનું પોષણ કર, અને આપણું કુટુંબની રીતિ પ્રમાણે વતી સર્વ કુટુંબમાં મેટે થા.” એ પ્રમાણે કુટુંબીઓનું વાક્ય સાંભળીને સુસ બેલ્યો કે “એ પાપકર્મ હું કદી કરવાને નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org