________________
૪૭૪
ઉપદેશમાળા અર્થ “બાર પ્રકારના તપને વિષે અને નિયમ (ગ્રહણ કરેલા વ્રત) ને વિષે સુસ્થિત (દઢ) એવા સાધુઓનું જીવિત અથવા મરણ બંને કલ્યાણકારી છે. (કેમકે તેમને જીવતાં ધર્મની વૃદ્ધિ અને પરભવમાં સદ્દગતિની પ્રાપ્તિ થાય છે તે જ ઉત્તરાર્ધ વડે કહે છે.) કેમકે તેઓ (સાધુ) જીવતાં છતાં ગુણેને ઉપાર્જન કરે છે, અને મૃત્યુ પામ્યા સતા પણ સ્વર્ગ મોક્ષાદિક સદ્દગતિને પ્રાપ્ત કરે છે.” ૪૪૩.
અહિયં મરણું ચ અહિઅં, છવિયં પાવક·કારણું તમસસિમ પડંતિ ભયા, વેર વઠ્ઠતિ જીવંતા ૪૮
અર્થ–પાપકર્મ કરનાર પુરુષોનું મરણ અહિતકારી (અધમ) છે, અને જીવિત (પ્રાણુનું ધારણ) પણ અહિતકારી છે. કેમકે તેઓ મરણ પામીને પરભવે તમરૂપ નરકકૂપને વિષે પડે છે (નરકે જાય છે). અને જીવતા હતા અનેક જીના વધ વડે કરીને તે તે જીવોની સાથે વૈરભાવને વૃદ્ધિ પમાડે છે.” ૪૪૪. અવિ ઈચ્છતિ અ મરણું, ન ય પરપીડે કરતિ મણસાવા જે સુવિઈપસુગઈયહા, સયરિયસુઓ જહા સુલ ૪૪પા
અર્થ–“કાલસૌકરિકના પુત્ર સુલસની જેમ જેઓએ સુગતિને માર્ગ ભલી પ્રકારે જાણેલો છે તેઓ પોતાના મરણને પણ ઈચ્છે છે. પરંતુ મનવડે પણ પરને પીડા ઉત્પન્ન કરતા નથી જ. મનમાં પણુ પરને પીડા કરવાનું ચિતવતા નથી, તે પછી વચન અથવા કાયાએ કરીને તે કેમ જ ઈચછે? ન જ છે. જેમ સુલસે પરપીડા ન કરી તેમ બીજા પણ તેવા સુવિદિત પુરુષે પરપીડા કરતા નથી.” ૪૪૫. અહીં સુલસનું દષ્ટાન્ત જાણવું.
ગાથા ૪૪૪–તમસસ્મિત્રતમસ, તમોરૂપે નરકે ગાથા ૪૪૫–સુવિઈઅસુગઇપહો સુવિદિતસુગતિપથાઃ સો અરિયસુઓ= કાલશૌકરિકસુતે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org