________________
ઉપદેશમાળા પણ તે જ માગ્યું. તેથી રાજાએ પણ હંમેશને માટે વારાફરતી દરેક ઘેર તેને જમાડીને દક્ષિણા આપવાને હુકમ કર્યો, એટલે લોકો તેને ઉપરા ઉપર નિયંત્રણ કરવા લાગ્યા. તેથી તેડુંક પણ દક્ષિણાના લોભથી એક ઘેર ભેજન કરીને ઘેર જઈ મુખમાં આંગળાં નાંખી પ્રથમ ખાધેલાનું વમન કરી બીજે ઘેર જમવા જવા લાગ્યો. એ પ્રમાણે અતૃપ્તિથી ભજન કરતા સેતુકને ત્વચાવિકાર થવાથી ગળતું કઢને વ્યાધિ ઉત્પન્ન થયે. એટલે હાથ પગ વિગેરે અવયવો ગળવા લાગ્યા, પરંતુ તે ધન અને પુત્રાદિકના પરિવારથી ઘણે વૃદ્ધિ પામ્યો. પછી તે સેકના અંગમાં રોગની બહુ વૃદ્ધિ થઈ એટલે મંત્રી પ્રમુખે એડુકને કહ્યું કે-“હવે તારે ભોજનને માટે જવું નહીં, તારે બદલે તારા પુત્રને મેકલવો.” ત્યાર પછી તેને પુત્ર હંમેશાં દરેક ઘેર જમવા જવા લાગ્યો, અને દીનારની દક્ષિણ લેવા લાગ્યા. સેક સર્વ લોકેને અનિષ્ટ થઈ પડ્યો. તેના પુત્રે પણ તેને એક જુદા ઘરમાં રાખે, અને તેને ભેજન પણ એક કાષ્ઠના પાત્રમાં જુદું આપવા લાગે. તેની સાથે કઈ બોલતું પણ નહીં, અને સર્વે ઘરકા કે તેને
મર, અદીઠ થા” એવાં તિરસ્કારનાં વચને કહેતા હતા. પુત્રોની વહુઓના મુખથી પણ તેવાં તિરસ્કારનાં વચન સાંભળીને સેકને ક્રોધ ચડ્યો; તેથી તેણે વિચાર કર્યો કે-આ સર્વેને કેઢીયા કરું ત્યારે જ હું ખરો.” એમ વિચારીને તેણે પોતાના પુત્રને બેલાવીને કહ્યું–“હે પુત્ર ! સાંભળ, હું વૃદ્ધ થયો છું, મારૂં મૃત્યુ હવે નજીક આવ્યું છે, તેથી મારે તીર્થયાત્રા કરવા જવું છે. પણ આપણે કુળને એ આચાર છે કે જે તીર્થયાત્રા કરવા જાય તે પ્રથમ જવ તથા ઘાસને મંત્રથી મંત્રીને એક બકરીના પુત્રને (બેકડાને) ખવરાવે, અને તે બકરાને પુષ્ટ કરી તેનું માંસ સર્વ કુટુંબને ખવરાવીને પછી તીર્થયાત્રા કરવા જાય. માટે હે પુત્ર ! મને પણ એક બકરીનું બચ્ચું લાવી આપ.” તે સાંભળીને તે પુત્રે તે પ્રમાણે કર્યું. એટલે તે બેકડાને સેકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org