________________
*
ઉપદેશમાળા ચંદ્રાવતંસક રાજાનું દષ્ટાંત સાકેતપુર નગરમાં ચંદ્રાવત સક નામને રાજા હતા. તેને સુદના નામે રાણી હતી. તે રાજા પરમ શ્રાવક હતું, અને સમકિતમૂળ શ્રાવકનાં બાર તે સારી રીતે પાળતે સત રાજ્ય કરતો હતો. એક દિવસ સભા વિસર્જન કરી અંતપુરમાં જઈ સામાયક કરી કાર્યોત્સર્ગ મુદ્રાએ મનમાં એવું ધારીને સ્થિત થયે કે “જ્યાં સુધી આ દિવો બળે ત્યાં સુધી મારે કાસગમુદ્રાથી અહીં જ સ્થિર રહેવું.” એ પ્રમાણે પહેલે પહોર ગયો. પછી દીવાને ઝાંખો પડેલો જોઈ રાજાના અભિગ્રહને નહિ જાણતા દાસીએ તેમાં તેલ પૂર્યું. એ પ્રમાણે બીજો પહોર ગયે. એટલે ફરીને તેલ પૂર્યું. એ પ્રમાણે તેલ પૂરવાથી ચાર પહેર સુધી અખંડ દી બન્યા અને અખંડ અભિગ્રહવાળા રાજાએ પણ પ્રાતઃકાલમાં દીવો ઓલવાયા પછી કાયોત્સર્ગ પાર્યો. પરંતુ રાજા ઘણે કેમળ હોવાથી ચાર પહોર સુધી એક સ્થાને સ્થિતિ કરવાને લીધે ઘણું વેદના અનુભવી વિશુદ્ધ ધ્યાન વડે કાળ કરી દેવલેકમાં ઉત્પન્ન થયા.
એ પ્રમાણે અન્ય મનુષ્યએ પણ દઢતા રાખવી, એ આ કથાને ઉપદેશ છે. સીહએહખુપ્રિવાસે, દુસિજજાપસિહં કિલેસં ચા જો સહઈ તસ્ય ધમે, જે ધિઈમ સે તવં ચરઈ ૧૧
અર્થ-“જે મુનિ શીત પરીસહ, ઉષ્ણ પરીસહ, સુધા પરીસહ, પિપાસા તે તૃષા પરીસહ તથા દુષ્ટ શમ્યા તે તૃણ સંસ્કારકે તદ્રુપ પરીસહ અને કલેશ તે ચાદિ કાયકષ્ટ-તેને સહન કરે છે તેને ચારિત્રધમ હોય છે. જે પુરુષ પરીષહ સહવામાં ધૃતિમાન કે, નિશ્ચળ ચિત્તવાળા હોય છે તે જ તપને આચરે છે–આચરી શકે છે.” ૧૧૯. ૧૧-હિન્દુ ધર્મ. તિમાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org