________________
ઉપદેશમાળા
૩૮૫ કરવા માટે શશિપ્રભ અને સુરપ્રભ ગયા. ગુરુના મુખથી ધર્મદેશના સાંભળીને સુરપ્રભ પ્રતિબંધ પામ્યા. પછી ઘેર આવીને સુરપ્રભે શશિપ્રભને કહ્યું કે “હે બંધુ! આ સંસાર અસાર છે, તેથી વિષયસુખનો ત્યાગ કરી ચારિત્ર લઈ તપસંય મને વિશે ઉદ્યમ કરીએ જેથી સ્વર્ગ તથા મેક્ષની પણ પ્રાપ્તિ થાય.” તે સાંભળીને શશિ પ્રત્યે કહ્યું કે “હે ભાઈ! આને તું કઈ ધૂર્તથી વંચના કરાયે (ગા) દેખાય છે. કેમકે પ્રાપ્ત થયેલાં વિષયસુઓને ત્યાગ કરીને આગળ પરનાં (ભવિષ્યનાં) સુખની વાંછા કરે છે, માટે તું મહા મૂખે છે; ભવિષ્યનાં સુખ કેણે જોયાં છે? ધર્મનું ફળ થશે (મળશે) કે નહીં તે કેણ જાણે છે?” ત્યારે સુરપ્રભ બેલ્યો કે “હે ભાઈ! આ તમે શું કહ્યું ! ધર્મનું ફળ નિશ્ચિત મળે જ છે. કેમકે પુણ્ય અને પાપના ફળે પ્રત્યક્ષ જ દેખાય છે. જુઓ, એક જીવ રેગી, એક નીરાગી, એક રૂપવાન, એક કુરૂપી, એક ધનવાન, એક નિર્ધન, અને એક ભાગ્યવાન, બીજી દુર્ભાગ્યવાન, ઈત્યાદિ સર્વ પુણ્ય-પાપનું ફળ જ છે.” એ રીતે અનેક પ્રકારે બોધ કર્યા છતાં પણ શશિપ્રભ બહુલકમ હેવાથી બેધા પામ્યો નહીં. ત્યારે સુરપ્રભે એકલાએ દિક્ષા ગ્રહણ કરી, અને તપ-સંયમની આરાધના કરીને અનુક્રમે મૃત્યુ પામી બ્રહ્મદેવલોકમાં ગયા. રાજ્યનું પાલન કરતા અને વિષયસુખમાં મગ્ન રહેલ શશિપ્રભ ત્રત પ્રત્યાખ્યાન વિના જ મૃત્યુ પામીને ત્રીજી નરકમાં નારકી થયે. પછી સુરપ્રભ દેવે અવધિજ્ઞાન વડે પિતાના પૂર્વભવના ભાઈને નરકમાં રહેલો જાણું પૂર્વના સ્નેહને લીધે નરકભૂમિમાં આવી તેની પાસે તેના પૂર્વભવનું સ્વરૂપ કહ્યું, તથા તે દેવ બોલ્યો કે “હે ભાઈ! પૂર્વ ભવે તે મારું કહ્યું કર્યું નહીં, માટે આ નરકમાં તું ઉત્પન્ન થયો. ” તે સાંભળીને શશિ પ્રત્યે પણ જ્ઞાનથી પોતાના પૂર્વ ભવનું સ્વરૂપ જાણ્યું. પછી તે નરકમાં રહેલા શશિપ્રત્યે સૂરપ્રભ દેવને કહ્યું કે “હે ભાઈ! પેવે વિષયસુખમાં લપટ થયેલા મેં ધર્મનું આરાધન કર્યું નહીં, તેથી હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org