________________
૪૨૫
ઉપદેશમાળા તે બેઠી હોય તે સ્થાન ) વર્જવું ( સ્ત્રીના ઉડ્યા પછી પણ અમુક વખત સુધી તે સ્થાને બેસવું નહીં) (૩), સ્ત્રીઓના અંગનું નિરૂપણ તે નિરીક્ષણ ન કરવું (સ્ત્રીઓનાં ચક્ષુ, મુખ, હૃદયાદિક અંગે પાંગને રાગબુદ્ધિથી જેવા નહીં) (૪), ૩૩૪. પર્વરતાનુમરણ કે ચારિત્ર ગ્રહણ કર્યા પહેલાં ગૃહસ્થાશ્રમમાં કરેલી કામક્રીડાનું સ્મરણ વર્જવું (પ), સ્ત્રી જનના વિરહરૂપ વિલાપના વચનનું શ્રવણ રાગને હેતુ હોવાથી વર્જવું (૬), અતિ બહુ (કંઠ સુધી ભરીને) આહાર વજે (૭), અતિબહુ પ્રકારને (સ્નિગ્ધ, મધુર વિગેરે) આહાર વર્ષ (૮), ૩૩૫. તથા વિભૂષા (અંગની શેભા)ને વર્જવી (૯), આ નવ બ્રહ્મચર્યની ગુપ્તિને વિષે બ્રહ્મચર્યના રક્ષણ માટે યત્ન કર.” ૩૩૬. ગુજશોરવયણક અંતરે તહ થયુંતર દડું સાહરઈ તઓ દિ છુિં, ન બંધઈ દિદ્ધિએ દિÉિ ૩૩૭ છે
અર્થ–“સાધુ પુરુષ સ્ત્રીનું ગુહ્યસ્થાન (સ્ત્રીચિન્હ), ઉરુ (બે જઘા), વદન (મુખ), કક્ષા (કખ) તથા ઉરસ (હૃદય) ના અંતર (મધ્યભાગ)ને તથા સ્તનના અંતરને જોઈને તે સ્થાને થકી દષ્ટિને સંહરે છે–દષ્ટિને ખેંચી લે છે, તેમજ સ્ત્રીની દષ્ટિ સાથે પોતાની દષ્ટિને બાંધતા નથી–મેળવતા નથી. અર્થાત્ કાર્ય પ્રસંગે પણ નીચું રાખીને જ સ્ત્રીની સાથે વાત કરે છે. ૩૩૭. - હવે સાતમું સ્વાધ્યાય દ્વાર કહે છે – સજઝાએણુ પસ€ ઝાણું જાણુઈ ય સવારમë ! સષ્ઠાએ વટ્ટ, ખણે ખૂણે જઈ વેગે છે ૩૩૮ |
અર્થ–“વાચનાદિક પાંચ પ્રકારના સ્વાધ્યાયે કરીને પ્રશસ્ત (ભવ્ય) દયાન (ધર્મધ્યાનાદિક) થાય છે, અને સર્વ પરમાર્થ (વસ્તુસ્વરૂપ) ને જાણે છે. તેમજ સ્વાધ્યાયમાં વર્તતા મુનિને ક્ષણે ક્ષણે વૈરાગ્ય પ્રાપ્ત થાય છે, અર્થાત્ રાગદ્વેષરૂપ વિષ દૂર થવાથી નિર્વિષ થાય છે. ” ૩૩૮. ગાથા ૩૩૭-દિદ્ધિ ગાથા ૩૩૮-જાઈ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org