________________
ઉપદેશમાળા વિણઓ આવહઈ સિરિ, લહઈ વિણીઓ જસં ચ કિર્તિ ચા ન ક્યાઈ વિવઓ, સકજજસિદ્ધિ સમાઈ ૩૪રા
અર્થ“વિનય બાહ્ય અને આત્યંતર લક્ષમીને પ્રાપ્ત કરે છે. વિનયવાન પુરુષ યશ (સર્વ દિશામાં વ્યાપ્ત થનારું) અને કીર્તિ (એક દિશામાં પ્રસરનારી)ને પામે છે. દુર્વિનીત (વિનય રહિત) પુરુષ પિતાના કાર્યની સિદ્ધિને કદાપિ પામતો નથી.
અવિનીતની કાર્યસિદ્ધિ થતી નથી.” ૩૪૨. - વિનયદ્વાર કહ્યું. હવે તપનું દ્વાર કહે છે – જહ જહ ખમઈ સરીરં, ધુવન્નેગા જહ જહા ન હાયંતિ કમ્પકખઓ અ વિઉલો, વિવિજ્ઞયા દિયરમે અ ૩૪૩
અર્થ–“જેમ જેમ (જેવી રીતે) શરીર સહન કરે (બલહીન ન થાય) અને જેમ જેમ ધ્રુવોગ એટલે પ્રતિલેખના (પડિલેહણા) પ્રતિક્રમણ વિગેરે નિત્ય યોગ (ક્રિયાઓ) હીન ન થાય (કરી શકાય), એ પ્રમાણે તપ કરે તેવી રીતે તપ કરવાથી વિપુલ વિસ્તારવાળા) કર્મને ક્ષય થાય છે, તથા વિવિક્તતાએ કરીને એટલે “આ જીવ દેહથી ભિન્ન છે અને આ દેહ જીવથી ભિન્ન છે” એવી ભાવનાએ કરીને ઈનિદ્રાનું દમન પણ થાય છે. ૩૪૩. જઈ તે અસક્કણિજજે, ન તરસિ કાફણ તો ઈમ કીસા અપાયત્ત ન કુણસિ, સંજમજયણું જઈ ૩૪૮માં
અર્થ-“જે કદાચ હે શિષ્ય ! અશક્ય એવી સાધુપ્રતિમા તપસ્યાદિક ક્રિયા કરવાને તું શક્તિમાન ન હોય, તે હે જીવ! આ આત્માને સ્વાધીન અને સાધુજનને યોગ્ય એવી સંયમ ચેતનાને (પૂર્વે કહેલા ક્રોધાદિકના જયને) કેમ કરતું નથી ? અર્થાત તપસ્યા કરવાની શક્તિ ન હોય તો ક્રોધાદિકને જય કરવામાં યતન કર.” ૩૪૪. ઈતિ તદ્રિારમ્ | ગાથા ૩૪૩–જહુ જહા વિધયા ગાથા ૩૪૪–યદિ તાવતા જઈજગ્ગા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org