________________
૩૮૯
ઉપદેશમાળા અર્થ–“શરીર સંબંધી અને મન સંબંધી હજારે દુઃખના વ્યસન [ કષ્ટ-પીડા ]થી ભય પામેલા (પરાભવ પામેલા)મુનીઓ ત્રિકાલજ્ઞાનરૂપી અંકુશ કરીને રાગરૂપી ગજેન્દ્રોને નિરોધ કરે છે. (રાગ ગજેન્દ્ર પ્રસરવા દેતા નથી-આવવા દેતા નથી). ૨૬૪. સુગઈભગ પદવ, નાણું દિતસ્ય હજજ કિમÈય છે જહ તે પુલિંદએણું, દિનં સિવગરસ નિયછિ પર ૬પા
અર્થ–“મોક્ષરૂપી સદ્દગતિના માર્ગને (પ્રકાશ કરવાવડે) પ્રદીપ સમાન જ્ઞાન (જેનાથી વસ્તુ સ્વરૂપ જણાય તે શ્રુતજ્ઞાન)ને આપનાર એટલે જ્ઞાનનું દાન કરનાર ગુરુને શું અદેય-ન આપવા લાયક વસ્તુ હોય ? કાંઈ જ નહી, અર્થાત્ જ્ઞાનદાતા ગુરુ જીવિત માગે તો તે પણ સુશિષ્ય આપવું જોઈએ. તથા જેમ તે પુલિદે [ ભિલ્લે] શિવ (મહાદેવ)ને પિતાનું નેત્ર આપ્યું હતું.” તે સ્વરૂપ કથાથી જાણવું. ૨૬.
પુલિંદ (ભીલ) ની કથા વિંધ્યવનમાં પર્વતની એક ગુફામાં કેઈ વ્યંતરથી અધિષ્ઠિત થયેલી શિવ (મહાદેવ) ની એક મૂર્તિ હતી. તેની પૂજા કરવા માટે નજીકના ગામમાં રહેનાર એક મુગ્ધ નામે માણસ હંમેશાં ત્યાં આવતું હતું. તે આવીને પ્રથમ તે સ્થાન વાળીને સાફ કરતે પછી પવિત્ર જળવડે તે શિવની મૂર્તિને પખાળી કેસરમિશ્રિત ચંદન વિગેરે સુગંધી દ્રવ્યો વડે પૂજા કરતા. પછી પુપમાળા ચડાવી, ધૂપ દીપ વિગેરે યથાવિધિ કરી, એક પગે ભૂમિપર ઉભે રહી તે શિવની સ્તુતિ ધ્યાન વિગેરે કરી, મધ્યાહ્ન સમયે ઘેર જઈ ભેજન કર. એ રીતે તે પ્રતિદિન પૂજા કરવા આવતે હતે. એકદા તે મુગ્ધ પૂજા કરવા આવ્યા, ત્યારે પોતે ગઈ કાલે
ગાથા - ૬૫-સુગ્રહ ! નિયગરિ=નિજફાક્ષિ-નિજનેત્રમ!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org