________________
ઉપદેશમાળા
અર્થ – સિંહાસન પર પાતેજ ( રાજાએ ) બેસાડેલા શ્વપાક ( ચાંડાલ ) પાસે નરવરેન્દ્ર શ્રેણિક રાજાએ પ્રણામ કરીને એટલે બે હાથ જોડીને વિદ્યા માગી [ ચાચના કરી ]; તેવી રીતે એટલે જેમ શ્રેણિક રાજાએ વિદ્યાને માટે શ્વપાકના વિનય કર્યાં તેવી રીતે સાધુજનના શ્રુતવિનય શિષ્યએ પણ કરવા.” ૨૬૬. તે કથા આ પ્રમાણે
૩૯૨
ચડાલની કથા
મગધદેશમાં રાજગૃહ નામે નગર છે. તેમાં ‘શ્રેણિક’ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને ‘ચિલ્લણા' નામે રાણી હતી. તેને એકદા ગર્ભના પ્રભાવથી ચાતરફ વાડી સહિત એક સ્ત‘ભવાળા પ્રાસાદમાં વસવાને મારથ (દોહદ ) થયા. તે વાત રાજાએ અભયકુમારને જણાવી. અભયકુમારે દેવતાની આરાધના કરીને સર્વ ઋતુનાં ફળફૂલવાળાં વૃક્ષા સહિત તથા ફરતા કિલ્લા સહિત એક સ્ત`ભવાળા મહેલ નિષ્પન્ન કર્યાં. તે જોઈને ચિણા હર્ષ પામી. તે વાડી સ ( છએ ) ઋતુઓનાં ફળ અને પુષ્પા સહિત રહેતી હતી. તે વાડી ફરતા રાજાના સુભટો તેની રક્ષા કરવા માટે રાત્રિદિવસ રહેતા હતા. તેથી તે વાડીમાંથી એક પાંદડુ પણ લેવા શક્તિવાન થતુ નહાતું.
(4
હવે તે નગરમાં કાઇ એક વિદ્યાવાન ચડાલ રહેતા હતા. તેની સ્ત્રીને ગર્ભના પ્રભાવથી કાર્તિક માસમાં આમ્રફળનુ ભક્ષણ કરવાના દોહદ થયા. તેણે તે દોહદ પેતાના ધણીને જણાવ્યા ચડાલે વિચાર્યુ કે આજ અકાળે આમ્રફળ માત્ર રાજાના દૈવનર્મિત ઉદ્યાનમાં વર્તે છે; બીજે કાઈ પણ સ્થાને વતા નથી.” એમ વિચારીને રાત્રિને વખતે તે ચંડાળ તે ઉદ્યાન તરફ ઝચા. કિલ્લાની અંદર ચાકી હાવાથી તે કિલ્લાની બહાર જ ઉભા રહ્યો. પછી તેણે અવનામિની વિદ્યાના બળથી આમ્રવૃક્ષની શાખા નીચે નમાવી ફળે તેાડી લીધાં, અને પછી ઉન્નામિની વિદ્યાવડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org