________________
ઉપદેશમાળા
૩૯૭ કાશ્યપ કે. હજામે આપેલી વિદ્યાથી લક્ષ્મીને પામ્યું હતું પરંતુ પછીથી મૃષા (અસત્ય) બાલવાથી એટલે પોતાના વિદ્યાગુરુને અપલાપ કરવાથી તે પડયો–નષ્ટ વિદ્યાવાળા થયા. એવી રીતે એટલે આ દૃષ્ટાંત જાણીને કૃતનિન્જવણુ કરવી અર્થાત્ શ્રુતજ્ઞાન આપનારને અપલાપ કરે એ અપથ્ય એટલે કમરૂપી રોગને વૃદ્ધિ કરનાર છે એમ જાણવું.” ૨૬૭.
ત્રિદંડિની કથા સ્તબપુર નગરમાં એક ચંડિલ નામે અતિ કુશલ હજામ રહેતે હતો. તે વિદ્યાના બળથી હજામત કરીને તે અસ્ત્રાને આકાશમાં અધર રાખતે હતે. એકદા કેઈ એક ત્રિદંડીએ તે હજામને પ્રભાવ જોયો. તેથી ત્રિદંડીએ તે હજામની આરાધના (સેવા) કરીને તેની પાસેથી તે વિદ્યા ગ્રહણ કરી. પછી તે ત્રિદંડી ફરતે ફરતે ગજપુર (હસ્તિનાપુર) માં આવ્યા, તે વખતે ત્યાં પદ્યરથ રાજા રાજ્ય કરતો હતો, તે પુરમાં જઈને તે ત્રિદંડી પોતાના ત્રિદંડને આકાશમાં અધર રાખવા લાગ્યો. તે જોઈને ઘણું લેકે આશ્ચર્ય પામી તેની અત્યંત પૂજા (સેવા) કરવા લાગ્યા. તે વૃત્તાંત રાજાએ પણ લોકોના મુખેથી સાંભળ્યું ત્યારે તેણે તેના પગમાં પડી (પ્રણામ કરી) વિનય પૂર્વક પૂછયું કે “હે સ્વામી! તમે આ ત્રિદંડીને આકાશમાં રાખે છે, તે કઈ તપને પ્રભાવ છે કે વિદ્યાને પ્રભાવ છે? ત્રિદંડીએ જવાબ આપ્યો કે “હે રાજા! આ વિદ્યાનું સામર્થ્ય છે. ફરીથી રાજાએ પૂછ્યું કે “કહો કેની પાસેથી આ ચિત્તને ચમત્કાર કરનારી વિદ્યા તમે શીખ્યા?” ત્યારે તે ત્રિદંડીએ લજજાને લીધે તે હજામનું નામ દીધું નહી, અને કલ્પિત જવાબ આપ્યો કે “હે રાજા ! પૂર્વે મેં હિમાવાન પર્વત પર તપકણકિક અનુષ્ઠાન વડે સરસ્વતીની આરાધના કરી હતી. તે વખતે તે દેવીએ પ્રત્યક્ષ થઈને મને આ અંબરાલંબની વિદ્યા આવી હતી. તેથી સરસ્વતી મારી વિદ્યાગુરુ છે એ પ્રમાણે તે ત્રિદંડી બોલ્યા કે તરત જ તેનો આકાશમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org