________________
ઉપદેશમાળા પાસે કરેલી પ્રતિજ્ઞા પિતાના સ્વામીને નિવેદન કરી. તે સાંભળીને તેના પતિએ તેને સત્યવાદી જાણીને જવાની રજા આપી, એટલે તે ભેગની સર્વ સામગ્રી લઈ સુંદર વેષ ધારણ કરીને મધ્ય રાત્રિને સમયે ઘર બહાર નીકળી ગામની બહાર જતાં રસ્તામાં તેને પ્રથમ ચેર મળ્યા તે ચરે તેને સર્વ આભૂષણથી ભૂષિત જોઈ લુંટવા લાગ્યા ત્યારે તે સુંદરીએ તેમની આગળ માળી પાસે જવા સંબંધી સર્વ વૃત્તાંત જણાવીને કહ્યું કે “પાછી આવીશ, ત્યારે તમને સર્વ અલંકારાદિક ઉતારી આપીશ, ” તે સાંભળીને ચોરોએ તેને સત્યવાદી જાણીને જવા દીધી. આગળ જતાં તેને એક રાક્ષસ મળે. તે તેને ખાઈ જવા તૈયાર થયે એટલે તેને પણ સર્વ વૃત્તાંત કહી તેણે પાછા આવવાનું કબૂલ કર્યું. તેથી રાક્ષસે પણ તેને મૂકી દીધી. પછી તે સુંદરી અનુક્રમે તે વાડીમાં માળી પાસે ગઈ, એટલે નવી પરણેલી, નવા યૌવનવાળી અને અત્યંત અદ્દભુત રૂપવાળી તેને જોઈને તે માળી હર્ષિત થયે. તેણે તેને પૂછ્યું કે “હે સુંદર નેત્રવાળી સ્ત્રી! તું અત્યારે રાત્રિને સમયે એકલી અહીં કેમ આવી?” ત્યારે તેણે પોતે આપેલું વચન જણાવીને પોતાના પતિ સંબંધી તથા માર્ગ સંબંધી સર્વ વૃત્તાંત કહ્યું તે સાંભળીને માળીએ વિચાર્યું કે “અહે! ધન્ય છે આ સ્ત્રીને! કે જે વચનથી બંધાયેલી આવી અંધારી રાત્રે બુદ્ધિના બળથી ચોરને તથા રાક્ષસને પણ વચન આપીને અહીં મારી પાસે આવી. જ્યારે તેને તેના પતિએ, ચરોએ અને રાક્ષસે મૂકી દીધી ત્યારે મારે પણ આ સત્યવાદી સ્ત્રીને મૂકી દેવી જ જોઈએ.” એમ વિચારીને માળીએ તેને કહ્યું કે-“હું તારો ભાઈ છું, અને તું મારી બેન છે. મારો અપરાધ ક્ષમા કર.” એમ કહી તેના પગમાં પડી (નમસ્કાર કરી) ને તેને પાછી મોકલી. પાછા આવતાં માર્ગમાં રાક્ષસ મળ્યો. તેની પાસે તેણે માળીનું સર્વ વૃત્તાંત કહ્યું. તે સાંભળીને રાક્ષસે વિચાર્યું કે આવી નવ યૌવનવાળી સુંદરીને તે માળીએ ન ભેગવતાં મૂકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org