________________
૩૯૦
ઉપદેશમાળા કરેલી પૂજાને (પૂજા સામગ્રીને) કાઢી નાંખીને કોઈએ ધતૂરા અને કણેર વિગેરેનાં પુષ્પ વડે પૂજેલી શિવની મૂર્તિને જોઈ તેણે વિચાર કર્યો કે “અહે! આ અરણ્યમાં એ કે પુરુષ છે કે જે મારી કરેલી પૂજાને દૂર કરીને હંમેશાં શિવની પૂજા કરે છે ? તે આજે તેને હું જોઉં તે ખરો.” એમ વિચારીને તે ગુપ્ત રીતે ત્યાં રહ્યો. તેવામાં ત્રીજા પ્રહરે એક ભિલ્લ ત્યાં આવ્યો. તેના શરીરને વર્ણ શ્યામ હતું, તેણે ડાબા હાથમાં ધનુષ ધારણ કરેલું હતું, જમણા હાથમાં આકડાનાં, ધતૂરાનાં અને કણેર વિગેરેનાં પુષ્પો વિગેરે પૂજાની સામગ્રી ધારણ કરી હતી અને મુખમાં જળ ભરેલું હતું. એવી રીતે ભયંકર મૂર્તિવાળો તે ભિલ પગમાં પહેરેલા જેડા સહિત મૂર્તિ પાસે આવ્યા. પછી તુરત જ તેણે મુખના જળથી તે મૂર્તિને એક પગવડે પખાલી આકડાનાં અને ધતુરાનાં પુષ્પ ચડાવ્યાં, અને તે મૂર્તિના મુખ પાસે એક માંસની પેશી મૂકી. આવા પ્રકારની ભક્તિ કરીને માત્ર મહાદેવ પરમેશ્વરને નમસ્કાર હે” એટલા જ શબ્દો બેલી તેણે નમસ્કાર કર્યો. પછી તરત જ તે બહાર નીકળ્યો. તે જ વખતે મહાદેવે પ્રકટ થઈને તેને બોલાવ્યા અને કહ્યું કે “હે સેવક! આજે કેમ આટલે બધા વિલંબ થયે? તને ભેજન તે સુખેથી મળે છે કે? અને તું વિદનરહિત વર્તે છે કે?' આ પ્રમાણે સુખશાતાના પ્રશ્ન પૂર્વક મહાદેવે તેની સંભાળ લીધી. ત્યારે ભિલ બોલે કે હું સ્વામી જ્યારે આપ મારા પર પ્રસન્ન છે, ત્યારે શી ચિંતા હેય, એમ કહીને તે ભિલ ચાલ્યા ગયા. ત્યાર પછી ગુમ રહેલા પેલા મુગ્ધ પ્રગટ થઈ મહાદેવ પાસે આવીને કહ્યું કે “હે શિવ! મેં તારું ઐશ્વર્ય આજે જાયું. જેવો આ ભિલ્લ સેવક છે તે જ તું દેવ જણાય છે; કેમકે હું હંમેશાં કેસરમિશ્રિત ચંદન તથા સુગંધી પુષ્પ ધૂ પાદિક વડે પવિત્રતાથી તારી પૂજા કરું છું, તે પણ તું મારા પર પ્રસન્ન થયે નહીં અને મારી સાથે કેઈ દિવસ બાતચીત કરી નહીં, અને આ અપવિત્ર તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org