________________
૩૮૪
ઉપદેશમાળા ક્ષણે નાના પ્રકારના આંતચાર કરીને ચારિત્રને માંલન કરે એ અવસન્ન ( શિથિલ) અને સુખલંપટ સાધુ પાછળથી પણ ચારિત્રને વિશે ઉદ્યમ કરવા શક્તિમાન થતું નથી, ઉદ્યમ કરી શક્યું નથી.” ૨૫૪ અવિ નામ ચક્કાવટી, ચઈજજ સવૅ પિ ચકકવક્રિસુહા ન ય એસન્નવિહારી, હિએ એસયં ચયઈ ૫પા
અર્થ–“વળી છ ખંડને અધિપતિ એવે ચક્રવર્તી સર્વ એવા પણ ચક્રવર્તીના સુખને ત્યાગ કરે છે, પરંતુ શિથિલ વિહારી પુરુષ દુઃખી થયા છતાં પણ શિથિલપણાનો ત્યાગ કરતા નથી. એટલે ચિકણા કર્મ વડે લેપાયેલ હોવાથી તજી શકતા નથી.” ૨૫૫ નરયલ્થ સસિરાયા, બહુ ભણઈ દેહલાલણસુહિ! પડિએમિ ભવ ભાઅ, તો મે જાએહ તં દેહં પરપદા
અર્થ-નરકમાં રહેલ શશિ (શશિપ્રભ) રાજા પિતાના ભાઈને ઘણું કહે છે કે “હે ભાઈ! હું દેહનું લાલનપાલન કરવાથી સુખ પામ્ય (સુખલંપટ થયે), તેથી આ ભવમાં નરકમાં પડ્યો છું. માટે મારા તે (પૂર્વભવના) દેહને તું પીડા કર. [ પીડા પમાડ-કદર્થના કર].” ૨૫૬. અહીં શશિપ્રભ રાજાની કથા છે તે નીચે પ્રમાણે –
શશિપ્રભ રાજાની કથા કુસુમપુર નગરમાં “જિતારી” નામે રાજા હતા. તેને “શશિપ્રભ” અને “સુરપ્રભ” નામના બે પુત્ર હતા. તેમાં મોટા શશિપ્રભને રાજ્ય પર બેસાડી નાના સુરપ્રભને યુવરાજ પદ આપી જિતારી રાજા ધર્મકર્મમાં ઉદ્યમી થયા. એકદા ત્યાં ચાર જ્ઞાનને ધારણ કરનાર શ્રી વિજયશેષ સૂરિ સમવસર્યા. તેમને વંદના
ગાથા ૨૫૫-ઉસન્ન વિહારિ ઉસનય ! ચયઈ ૫ ગાથા ૨૫૬–બહુ ભાઉ જાએ જાઓઅ = યાતય, પિયર્થ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org