________________
૩૮૨
ઉપદેશમાળા ગયો. તેને જોઈને જ તેણે તેના અભિપ્રાય જાણી લીધું એટલે એકાંતમાં રાજાએ તેને પૂછયું કે “હે ભાઈ! તને ભેગભગવવાની અભિલાષા થઈ છે?” તે બોલ્યો કે “હા, મને રાજ્ય ભેગવવાની ઈચ્છા થઈ છે.” તે સાંભળીને પુડરીક રાજાએ પોતાના કુટુંબીઓને બોલાવીને કંડરીકને રાજ્યાભિષેક કર્યો, એટલે કંડરીક રાજા થયે. તે જ દિવસે કૃશ શરીરવાળા તે કંડરીકે અતિ રસવાળા આહાર કર્યો, તેથી તેના દેહમાં મહા વેદના ઉપન થઈ પણ તેનું કેઈએ કાંઈ પણ ઔષધ કર્યું નહીં. સર્વેએ જાણ્યું કે “આ પાપઠે ચારિત્ર મૂકીને રાજ્ય ગ્રહણ કર્યું છે, તે અમને શું સુખ આપવાનો હતો ?” આ પ્રમાણે થવાથી કંડરીકને પ્રધાન વિગેરેની ઉપર અત્યંત ક્રોધ ચડ્યો. તેથી તેણે વિચાર કર્યો કે “ઠીક છે, હમણાં કઈ પણ મારી સેવા કરતું નથી, પરંતુ જ્યારે હું સારો થઈશ ત્યારે આ સર્વનો નિગ્રહ કરીશ.” એ પ્રમાણે અત્યંત રદ્ર ધ્યાન કરતા તે જ રાત્રિએ મૃત્યુ પામીને તે સાતમી નરકે તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા નારકી થયે
આ પ્રમાણે જે કંઈ ચારિત્રનો ત્યાગ કરીને વિષયની અભિલાષા કરે તે કંડરીકની જેમ દુર્ગતિને પામે છે.
કંડરીકને રાજ્ય આપીને તરતથી જ પુંડરીક પિતાની મેળે ચાર મહાવ્રત' ઉચાર કરી, તે કંડરીકનાં જ ઉપકરણે લઈ, સ્થવિરને વંદના કર્યા પછી જ આહાર લેવાને અભિગ્રહ કરી, ઘરમાંથી બહાર નીકળ્યો. માર્ગમાં કાંટા તથા કાંકરાના ઉપસર્ગોને સહન કરતે તે પુંડરીક મનમાં વિચારે છે કે “હું સ્થવિર મહારાજાને ક્યારે વંદના કરીશ?” એવા પરિમાણ વડે ચાલતાં બીજે દિવસે તે પુંડરીક સ્થવિર મુનિ પાસે આવી પહોંચ્યા. ગુરુને વંદના કરીને ફરીથી તેમની પાસે ચાર મહાવ્રતે ઉચ્ચાર્યા. પછી છઠ્ઠને પારણે લૂખે અને નીરસ જે તે આહાર કર્યો. તેથી મધ્યરાત્રિને ૧ મહાવિદેહમાં ચાર મહાવ્રત હોય છે. અહીં બાવીશ પ્રભુને વારે હોય છે તમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org