________________
ઉપદેશમાળા
૩૮૧
*
ચારિત્ર ગ્રહણ કર્યું. અનુક્રમે તે અગિયાર અંગને ધારણ કરનાર થયા. સ્થવિરમુનિઓની સાથે વિહાર કરતાં અને નીરસ તથા લૂખે! આહાર કરતાં કઇંડરીક મુનિના શરીરમાં મેટા રેગા ઉત્પન્ન થયા. એકદા કૉંડરીકમુનિ સ્થવિર સાધુઓની સાથે વિહાર કરતાં પુંડરીકિણીનગરીએ આવ્યા. તે વાત સાંભળીને પુંડરીક રાજા તેમને વંદના કરવા ગયે!. પ્રથમ સ્થવિરેને વદના કરી, તેમની પાસે ધર્મ શ્રવણુ કરીને પછી તેણે પાતાના ભાઈ કડરીકને વંદના કરી. તે વખતે તેના શરીરમાં રાગાત્તિ જાણીને રાજાએ તેમને પેાતાની ચાનશાળામાં રાખ્યા. ત્યાં કુંડરીકની શુદ્ધ ઔષધથી ચિકિત્સા કરાવી, તેથી તે અનુક્રમે નીરાગી થયા. એટલે સ્થાવરાએ વિહાર કરવા માટે રાાની રજા માગી. પરંતુ મિષ્ટ ખાનપાનમાં મૂર્છા પામેલા કડરીકે રાજા પાસે વિહાર કરવાની રજા માગી નહીં. ત્યારે પુડરીક રાજા સ્થવિરને વદના કરી પોતાના ભાઈની પ્રશંસા કરવા લાગ્યા કે હે ભાઈ! તમને ધન્ય છે, તમે પુણ્યવાન છે અને તમે કૃત્તા છે, તમે ઉત્તમ મનુષ્યજન્મનુ' અને જીવતનું ફળ પામ્યા છે. કેમકે તમે ચારિત્ર ગ્રહણ કરી તપ અને સચમનું આરાધન કરો છા, અને હું તેા અધન્ય છું અને અપુણ્યવાન છું. કેમકે રાજ્યમાં મૂર્છા પામીને રહેલા છું. આ પ્રમાણે રાજાએ તે કડરીક મુનિની ઘણી સ્તુતિ પરંતુ તે મનમાં જરા પણુ આનંદ પામ્યા નહીં, તેા પણ તેણે લજ્જિત થઈને રાજાની આજ્ઞા લઈ સ્થવિર સાથે વિહાર કર્યાં. એ પ્રમાણે એક હજાર વર્ષ સુધી કડરીક સુનિ ચારિત્રનું પાલન કરી છેવટ ભ્રષ્ટ પરિણામવાળા થયા. તેથી તે એકલા જ ગુરુની આજ્ઞા લીધા વિના પુ ́ડરી કણી નગરીમાં આવ્યા, અને રાજાના મહેલની પાસેના અશેાક વનમાં અશોક વૃક્ષની શાખાપર પાતાનાં ઉપકરણા મૂકીને તે વૃક્ષની નીચે દુભાયેલા મનવાળા તે ચિંતાતુરપણે બેઠા. તે વખતે તેને રાજાની ધાન્યમાતાએ જોયા, એટલે તેણે આવીને પુંડરીક રાજાને તે વૃત્તાંત કહ્યું. તે સાંભળીને રાજા તેની પાસે
""
કરી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org