________________
ઉપદેશમાળા અપેણ છવિ કાલેણું કેઈ જહામહિયસીલસામન્ના સાણંતિ નિકwજ, પુંડરીયમહારસિ વ્ય જહા પારપરા
અર્થ–“જેવા ભાવે ગ્રહણ કરેલું હોય તેવા જ ભાવવાળું જેમનું શીલ-સદાચાર અને શ્રમણ્ય-ચારિત્ર છે, એવા કેટલાક સાધુએ પુંડરીક મહાઋષિની જેમ (પુંડરીક મહાવ્યષિ છેડા કાળમાં જ સદગતિ પામ્યા તેમ) અ૫ કાળે કરીને જ પોતાના (મેક્ષસાધનરૂપ) કાર્યને સાધે છે.” ૨૫૨. વિસ્તારથી તેને સંબંધ કથાનકગમ્ય હોવાથી અહીં કંડરીક અને પુંડરીકને સંબંધ જાણવી. ૧
કંડરીક અને ડું રીકની કથા જબૂદ્વીપના મહાવિદેહક્ષેત્રમાં આવેલા પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણી નામે મહા નગરી છે. તે નગરીમાં મહાપ નામે રાજા રાજ્ય કરતે હુતે. તેને પદ્માવતી નામે રાણે હતી. તે રાણીની કુક્ષિથી ઉત્પન્ન થયેલા પુંડરીક અને કંડરીક નામે તેને બે પુત્રો હતા. તેમાંથી મોટા પુત્ર પુંડરીકને રાજ્ય પર સ્થાપન કરીને અને કંડરીકને યુવરાજ પદે સ્થાપીને મહાપ રાજાએ સ્થવિરમુનિ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. તે મહાપર્વ મુનિ ચારિત્રનું આરાધન કરીને અનુક્રમે કેવળજ્ઞાન પામી મેક્ષે ગયા. પુંડરીક રાજા રાજ્યનું પાલન કરતો હ, તેવામાં એકદા બને ભાઈઓ કઈ સ્થાવિર મુનિ પાસે ધર્મોપદેશ સાંભળીને પ્રતિબંધ પામ્યા. ઘરે આવીને મેટા ભાઈ પુંડરીકે નાના કંડરીકને કહ્યું કે “ હે ભાઈ! આ રાજ્યને તું ગ્રહણ કર, અને પ્રજાનું પુત્રની જેમ પાલન કરજે. હું સ્થવિરમુનિ પાસે ચારિત્ર ગ્રહણ કરીશ.” તે સાંભળીને કંડરીક બેલ્યો કે “હે ભાઈ! મારે રાજ્યનું શું કામ છે? પિતાએ તેમને રાજ્ય આપ્યું છે, માટે તેને તમે જ ભગવે. હું તે સ્થવિરમુનિની પાસે જઈ દીક્ષા લેવાને છે.” એમ કહીને જ્યેષ્ઠ બંધુની રજા લઈ કંડરીકે
ગાથા પર–અપેણું પુંડરિય !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org