________________
ઉપદેશમાળા
૨૫૭ નથી છતાં જગતમાં સર્વત્ર તેજ દષ્ટિગત થાય છે, તેથી આ અદ્વૈતવાદ (એકરૂપતા ) ક્યા પ્રકાર છે ?
સાગરચંદ્ર તેના વિના આખું જગત અંધકારમય માનવા લાગે. કહ્યું છે કે
સતિ પ્રદીપે સત્ય, સજુ નાનામણિષ ચ | વિનકો મૃગશાવાક્ષિ, તમોભૂતમિદ જગત છે
“ છતાં, અગ્નિ છતાં અને વિવિધ તરેહના મણિઓ, છતાં મૃગશિશુના નેત્ર જેવા નેત્રવાળી તે બાળા વિના સઘળું જગત અંધકારમય છે.” તે ભ્રાંતિથી સર્વત્ર કમલામેલાને જ જુએ છે. બ્રાંતિથી જોવામાં આવેલી તે બાળા પ્રત્યે “હે પ્રાણપ્રિયે! મારી પાસે આવ, તારું આલિંગન આપ” એમ બોલતા અને અનેક પ્રકારની ચેષ્ટા કરતા–એવા તેને શાબમારે છે. તેથી તેણે પાછળથી આવી હાસ્યથી સાગરચંદ્રની આંખ બંધ કરી, ત્યારે સાગરચંદ્ર બે કે “જાણું છું કે તું કમલામેલા છે. તું મારી આંખો શામાટે બંધ કરે છે? તું આવીને મારા ખેાળામાં બેસ તે વધારે સારું.” એ સાંભળીને શબકુમારને હસવું આવ્યું. તે બે કે “વસ સાગરચંદ્ર! હું કાંઈ કમલામેલા નથી. હું તે કમલામેલાને મેલાપ કરાવનારો તારે કાકે છું. માટે આંખ ઉઘાડ અને સારી રીતે જો. અહકામાંધપણું કેવું છે ! કહ્યું છે કે – દિવા પતિ ન ધૂકા, કાકે નક્ત ન પશ્યતિ અપૂર્વ કેપિ કામાંધ, દિવા નક્ત ન પશ્યતિ છે
ઘુવડ દિવસે જોઈ શકતા નથી, કાગડે રાત્રિએ જોઈ શકતો નથી, પણ કામાંધ તે કેઈ અપૂર્વ અંધ છે કે તે દિવસે તેમજ રાત્રિએ-કઈ વખત જોઈ શકતા નથી.” એટલું કહેતાં સાગરચંદ્ર કાકાને જોયા એટલે તે તેના ચરણમાં પડ્યો; અને પોતાને અવિનય ખમાવી લજજા મૂકીને બે કે “હે તાત !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org