________________
૩૧૬
ઉપદેશમાળા કરવાને અભિગ્રહ કર્યો હતે. પછી અભયકુમારે એક સુર
દાવી, અને તે સુરંગદ્વારા શ્રેણિક રાજાએ વિશાળ નગરી આવી બને કન્યાઓને લીધી. સુરંગના મુખ આગળ આવ ચિલ્લણાએ વિચાર કર્યો કે “સુજ્યેષ્ઠા રૂપમાં મારાથી અતિ છે છે, તેથી શ્રેણિક રાજા તેને બહુ માન દઈ પટ્ટરાણ કરશે.” ; પ્રમાણે વિચારી ચિલ્લણાએ સુષ્ઠાને કહ્યું કે “હે ભગિની ! પાછી જઈને મારો રહી ગયેલે ઘરેણાંને ડાબલે જલદી ૯ આવ. એ પ્રમાણે કહી સુકાને પાછી મેકલી. પછી ચિલણું શ્રેણિક રાજાને કહ્યું કે “હે સ્વામિન્ ! અહીંથી જલદી ચાલે જે કઈ જાણશે તે બહુ વિપરીત થશે. એ પ્રમાણે ભય બતાવી તેઓ સુરંગમાંથી બહાર નીકળી ગયા ત્યાર પછી આવેલી સુષ્ઠા ચિંતવ્યું કે “પ્રાણથી પણ વધારે પ્રિય એવી મારી છે ચિલણએ મારા ઉપર આવું કપટ રચ્યું. માટે કેવળ સ્વાર્થ રચીપચી રહેલ કુટુંબવર્ગથી સર્યું, અને સપની ફણા જેવા વિષયે પણ ધિક્કાર છે.” એ પ્રમાણે વૈરાગ્ય થવાથી સુષ્ઠા પાણિગ્રહણ ન કરતાં ચંદનબાળા સાધવી પાસે જઈને ચારિ ગ્રહણ કર્યું.
છઠ્ઠ અઠ્ઠમ આદિ અનેક પ્રકારનાં તપ કરતી તે એક દિવસ આતાપના ગ્રહણ કરીને રહેલી છે. એ સમયે પેઢાલ નામના વિદ્યાધરે ત્યાંથી જતાં તેને જોઈ. એટલે તે મનમાં વિચારવા લાગે કે “આ સતી ધ્યાનમાં સ્થિત થઈ છે અને તે મહા રૂપવતી છે તેથી જે હું આ સાદવીની કુક્ષિની અંદર પુત્રને ઉત્પન્ન કરું તે તે પુત્ર મારી વિદ્યાનું પાત્ર થાય.” એ પ્રમાણે વિચાર કરીને વિદ્યાન બળથી અંધકાર વિમુવી તે ન જાણે એવી રીતે ભ્રમરનું રૂપ કરી તેને ભોગવીને તેની નિમાં વિર્ય મૂકવું. પછી તેની કુક્ષિને વિષે ઉત્પન થયેલ છવ અનુક્રમે વધવા લાગ્યો, તેથી સુજ્યેષ્ઠા સાદેવીને મનમાં સંદેહ ઉત્પન્ન થયું. તેણે તે સંબંધી જ્ઞાનીને પૂછયું એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org