________________
ઉપદેશમાળા
૩૨૧ વાંદવાથી અતિ શ્રમિત થયો છું. મેં આજ સુધીમાં ત્રણસે ને સાઠ યુદ્ધ કર્યા તેમાં કઈ વખત હું આટલે શ્રમિત થયો નહોતો.” તે વખતે ભગવાને કહ્યું કે “હે મહાનુભાવ! જેમ વંદન કરવાથી તું ઘણે શ્રમિત થયો છે તેમ તે લાભ પણ ઘણે મેળવ્યો છે. કારણ કે વંદનદાનથી તે શ્રાવક સમકિત મેળવ્યું છે અને તીર્થંકરનામકર્મ ઉપાર્જન કર્યું છે. વળી સંગ્રામ કરીને સાતમી નારકભૂમિને
ગ્ય જે કર્મ બાંધ્યું હતું તેને ખપાવીને ત્રીજી નરકભૂમિ યોગ્ય રહેવા દીધું છે. એટલો લાભ તને થયો છે. તે સાંભળીને કૃષ્ણ કહ્યું કે “ફરીથી અઢાર હજાર મુનિને વાંદીને ત્રીજી નરકભૂમિ ચોગ્ય કર્મ પણ ખપાવી દઉં.” ત્યારે ભગવાને કહ્યું કે “હે કૃષ્ણ હવે તે ભાવ આવે નહિ, કારણ કે હવે તમે લોભમાં પ્રવેશ કરેલ છે.” કૃણે ફરીથી પૂછ્યું કે “મને જ્યારે આટલો બધો લાભ થયો છે?” ત્યારે મારા અનુયાયી વીરા સાળવીને કેટલા લાભ થયો છે?” ભગવાને કહ્યું કે “અને તે માત્ર કાયકલેશ થયે છે કારણ કે તેને તો માત્ર તારી અનુવૃત્તિથી જ વંદન કર્યું છે, તેથી ભાવ વિના કાંઈ ફાલ મળતું નથી. આ પ્રમાણે બીજાઓએ સાધુઓની પૂજાભક્તિ વિગેરે ભાવપૂર્વક કરવી.
અભિગમણ વંદણ નમંતણેણુ, પડિપુછણેણ સાહૂણું ચિરસંચિય પિ કર્મ, ખણેણુ વિરલત્તણુ મુવેઇ ૧૬૬
અર્થ_“અભિગમન તે સન્મુખ જવું, વંદન તે વંદના કરવી, નમંસણ કે સામાન્ય નમસ્કાર કરો, અને પવિપુછણ તે શરીરના નિરાબાધ પણ વિગેરેની પૃચ્છા કરવી, સાધુને એટલા વાના કરવાથી ચિરસંચિત કે ઘણા કાળનું બહુભવનું ઉપાર્જન કરેલું કર્મ પણ ક્ષણમાત્રમાં–થડા કાળમાં વિરલપણાને પામે છે અર્થાત પાપકર્મને ક્ષય થાય છે.” ૧૬૬.
ઉ. ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org