________________
૩૨ ૩
ઉપદેશમાળા તેઓ વિચાર કરવા લાગ્યા કે “અરે ! આ શું થયું !” એ પ્રમાણે વિલખા પછી તેઓ જેવા પણ ઉભા રહ્યા નહિ. પછી નવદીક્ષિત શિષ્ય ગુરુને કહ્યું કે “હે ભગવન્! હવે આપણે અહીંથી અન્ય
સ્થાને ચાલ્યા જઈએ. કારણ કે મારાં માતપિતા તથા શ્વસુરપક્ષ વિગેરે જે આ વાત જાણશે તો તેઓ અહીં આવી તમને મોટો ઉપદ્રવ કરશે.” ત્યારે ગુરુએ કહ્યું કે “હું રાત્રિએ જવાને અશક્ત છું.” ત્યારે તે નવદીક્ષિત શિષ્ય ગુરુને પિતાની ખાંધ ઉપર બેસાડી ને ત્યાંથી ચાલ્યો. અંધારી રાત્રિએ ચાલતાં તેના પગ ઉંચી નીચી ભૂમિપર પડવાથી ચંડરુદ્રાચાર્ય ક્રોધિત થઈ તેના મસ્તક ઉપર દંડનો પ્રહાર કરવા લાગ્યા. તેથી તેના માથામાંથી રુધિર નીકળ્યું અને ઘણું વેદના થવા લાગી; પણ તેના મનમાં લેશ માત્ર પણ કોધ ઉત્પન્ન થયો નહિ. તે તો તેમાં પોતાને જ વાંક માને છે અને વિચાર કરે છે કે “મને પાપીને ધિક્કાર છે! કારણ કે આ ગુરુ મારે લીધે કષ્ટ ભોગવે છે. પ્રથમ તો ગુરુમહારાજ સ્વાધ્યાય અને ધ્યાનમાં સ્થિત થયેલા હતા. તેને મેં દુષ્ટ રાત્રિએ ચલાવ્યા, આ અપરાધથી હું કેવી રીતે મુક્ત થઈશ?” આ પ્રમાણે શુભ ભાવનાને ભાવતાં શુભ ધ્યાનથી ઘાતિકને ક્ષય કરીને તે કેવળજ્ઞાન પામ્યા. પછી તો સર્વત્ર પ્રકાશ થવાથી તે સારી રીતે સરળતાથી ચાલવા લાગ્યા. એટલે ગુરુએ પૂછયું કે “હવે તું કેમ સારી રીતે ચાલે છે? સંસારમાં દંડપ્રહાર એ જ સારરૂપ જણાય છે. દંડપ્રહારને લીધે જ તું માર્ગમાં સરલતાથી ચાલે છે. ત્યારે શિબે કહ્યું કે “હું સરલ ગતિએ ચાલું છું તે આપનો જ પ્રસાદ
છે.” એટલે ગુરુએ પૂછયું કે “તને કાંઈ જ્ઞાન થયું છે?” ત્યારે શિવે કહ્યું કે “હા, સ્વામિન્ ! મને કેવળજ્ઞાન થયું છે. એવું શિષ્યનું વાક્ય સાંભળી ગુરુને અત્યંત પશ્ચાત્તાપ થયો કે “મેં અતિ વિરુદ્ધ કર્મ કર્યું. કેવળીની આશાતના કરનાર એવા મને ધિક્કાર છે! એના મસ્તકમાં મેં દંડપ્રહાર કરેલા છે, તો આ મારું પાતક કેવી રીતે નષ્ટ થશે?” એ પ્રમાણે પશ્ચાત્તાપ કરતાં ગુરુ, શિષ્યના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org