________________
મીએ ચાર રાજ મા
માહ
૩૩૬
ઉપદેશમાળા કર્યા વિના જ મેક્ષ પામીશું, એવું અવલંબન ગ્રહણ કરે છે, પરંતુ તે ગ્રહણ કરવા લાયક નથી. ૧૭૯.
મરુદેવી માતાની કથા જ્યારે શ્રી કષભસ્વામીએ ચારિત્ર ગ્રહણ કર્યું ત્યારે ભારત રાજા રાજ્યના અધિકારી થયા. ભરતને દરરોજ મરુદેવી માતા ઉપાલંભ આપતા હતા કે “હે વત્સ ! તું રાજ્યસુખમાં મેહ પાપે છે, તેથી મારા પુત્ર ઋષભની તું કાંઈ સારસંભાળ લેતે નથી; હું લોકેાના મુખથી એવું સાંભળું છું કે તે મારો પુત્ર વર્ષ થયાં અન્ન જળ વિના ભૂખ્ય તર અને વસ્ત્ર વિના એકાકી અરણ્યમાં વિચરે છે, તાપાદિક સહન કરે છે અને બહુ દુઃખને અનુભવે છે, માટે એકવાર તું મારા પુત્રને અહીં લાવ, તેને હું ભેજન આપું અને એકવાર પુત્રનું મુખ જોઉં.” તે સાંભળીને ભરતે કહ્યું કે “હે માજી! તમે શોક ન કરે, અમે સેએ તમારા જ પુત્રો છીએ.” માતા બોલ્યા- “હે વત્સ! તું કહે છે તે ખરું, પણ આમ્રફળની ઈચ્છાવાળા માણસને આંબલીના ફળથી શી તૃપ્તિ થાય ? માટે તે કષભ પુત્ર વિના આ સર્વ સંસાર મારે મન તે શૂન્ય જ છે.” આ પ્રમાણે દરરોજ ઉપાલંભ આપતા તથા પુત્રના વિયેગથી રુદન કરતા મરુદેવી માતાના નેત્રમાં પડળ આવ્યાં. એવી રીતે એક હજાર વર્ષ વ્યતીત થયાં એટલે શ્રી ઋષભસ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે ચોસઠ ઈનોએ આવીને સમવસરણ રચ્યું. વન પાળકે ભરત રાજાને તેની વધામણે આપી. તે જાણીને ભરત રાજા મરુદેવી માતા પાસે આવી તે વૃત્તાંત કહીને બોલ્યા કે–“હે માતા! તમે મને હમેશાં ઉપાલંભ આપતા હતા, કે મારા પુત્ર ટાઢ તડકા વિગેરેની પીડાને અનુભવે છે અને એક જ વનમાં વિચરે છે, તો આજે મારી સાથે તમે ચાલો એટલે તમારા પુત્રને વૈભલ હું તમને બતાવું.” તે વચન સાંભળીને પુત્રદર્શન માટે અતિ ઉસુક થયેલ મરુદેવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org