________________
૩૪૦.
ઉપદેશમાળા બહેનની રક્ષા કરવા લાગ્યા. તેમાંથી એક જણ નિરંતર ઉપાશ્રયને બારણે બેસી રહે છે અને બીજે ગોચરી માટે જાય છે. એક : વખત તે યુવાન કામી પુરૂષોની સાથે તેમને યુદ્ધ થયું. તે જોઈને સુકુમાલિકાએ વિચાર્યું કે “મારા રૂપને ધિકાર છે! કે જેથી મારા ભાઈએ મારે માટે સ્વાધ્યાય, ધ્યાન, અધ્યયન વિગેરે મૂકીને કલેશ સહન કરે છે; તે હવે હું અનશન ગ્રહણ કરીને જે શરીરને માટે આ કામી પુરુષે તાપ પામે છે તે શરીરને ત્યાગ કરું. એ રીતે વિચારીને તેણે અનશન ગ્રહણ કર્યું. તેથી માલતીના પુષ્પની જેમ તે થોડા દિવસમાં કરમાઈ (સુકાઈ) ગઈ, તેનું શરીર ક્ષીણ થયું. અને એકવાર તે શ્વાસનું રૂંધન થવાથી તે મૂછ પામી. તે જોઈને તેના ભાઈ એ તેને મરેલી જાણ ગામ બહાર જઈ વનની ભૂમિમાં પરઠવી આવ્યા. પછી તે બંને ગામમાં આવ્યા. અહીં થોડી વારે અરણ્યના શીતળ વાયુથી સુકુમાલિકોને ચેતના આવી. તેથી તે ઉભી થઈને તરફ જેવા લાગી. તેવામાં ત્યાં કઈ સાર્થવાહ આવ્યો. તેના સેવકે જળ અને કાષ્ટ લેવા માટે વનમાં ભમતા હતા. તેમણે તેનું વનદેવતા સમાન સ્વરૂપ જોઈને તેને લઈ જઈ સાર્થવાહને સોંપી. તે સાર્થવાહે પણ તેને તેલમઈનાદિ કરાવીને સજજ કરી, અને પથ્ય ભોજનાદિક કરાવીને પાછી નવા યૌવનવાળી કરી. પછી તેના રૂપથી મોહ પામેલા સાર્થવાહે તેને કહ્યું કે “હે સુંદરી ! આ તારું શરીર પુરુષના ભગવ્યા વિના શોભતું નથી. જે કાચ વિષયસુખના સ્વાદમાં તેને વિમુખપણું હેય, તે તારું આવું અનુપમ સ્વરૂપ વિધિએ શા માટે કર્યું? હે કમળસમાન નેત્રવાળી તને જોયા પછી મને બીજી સ્ત્રી રુચતી નથી. જેમ કહ૫વલ્લીની વાંછાવાળો ભ્રમર બીજી વલ્લાનો મને રથ કરતો નથી, તેમ તારા રૂપથી જેનું મન મોહ પામેલું છે એવા મને બીજી સ્ત્રી ગમતી નથી. માટે મારા પર કૃપા કરી અને કામદેવરૂપી સમુદ્રમાં ડુબી ગયેલ જે હું તેનો ઉદ્ધાર કર.” આ પ્રમાણેનાં સાર્થવાહનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org