________________
३७२
ઉપદેશમાળા કરવા રાખીને બીજા સર્વ શિષ્યએ ત્યાંથી વિહાર કર્યો. પછી તે સેલનાચાર્ય ધીમે ધીમે અત્યંત રસલપટ થયા; પણ પંથક મુનિ તેમની સારી સેવા કરવા લાગ્યા, અશુદ્ધ આહાર પણ લાવીને ગુરુને આપવા લાગ્યા અને પોતે શુદ્ધ આહાર કરવા લાગ્યા.
એકદા કાર્તિક માસીને દિવસે રસવાળો આહાર કરીને આચાર્ય સંધ્યા સમયે જ સુખનિદ્રામાં સુઈ ગયા. તે વખતે પંથક સાધુ ચેમાસી પ્રતિક્રમણ કરતાં ગુરુના ચરણમાં મસ્તક મૂકીને ચોમાસી પ્રાયશ્ચિત્તની ખામણું કરવા લાગ્યા. તેના સ્પર્શથી ગુરુ નિદ્રામાંથી જાગૃત થયા, તેથી તે ક્રોધાતુર થઈને બોલ્યા કે “અરે કયા પાપીએ મારી નિદ્રાને ભંગ કર્યો?” તે સાંભળી પંથક મુનિ બેલ્યા કે–“હે પૂજ્ય! આજે ચેમાસી ખામણું કરતાં મારું મસ્તક આપના ચરણને અડકયું, તેથી આપની નિદ્રામાં અંતરાય થયે છે, એ મારો અપરાધ આપ ક્ષમા કરો, હવેથી આ અપરાધ હું નહીં કરું.” આ પ્રમાણે વારંવાર પિતાના જ અપરાધને કહેતા શિષ્યને જોઈને ગુરુનું ચિત્ત સાવધાન થયું. તેથી તે મનમાં વિચારવા લાગ્યા કે “અહો ! આ શિષ્ય કે ક્ષમાવાન છે! આ શિષ્ય જ ધન્ય છે, અને હું જ અધન્ય છું, કેમ કે હું આજ માસીને દિવસે પણ રસવાળો આહાર કરીને સૂતે છુ.” એ પ્રમાણે આત્મનિંદા કરતાં તેમના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયે. તેથી તેમણે પંથકને કહ્યું કે “હે વત્સ ! ભવસાગરમાં પડતાં એવા મને આજે તે ઉદ્ધર્યો (ખેંચી કાઢ્યો) છે.” એમ કહીને પ્રમાદ દૂર કરી શુદ્ધ ચારિત્ર ગ્રહણ કર્યું. તે વાત સાંભળી સર્વ શિષ્યો પણ તેમની પાસે આવ્યા. પછી ચિરકાળ સુધી વિહાર કરી ઘણું ભવ્ય જીને પ્રતિબંધ પમાડીને પાંચસે શિષ્યો સહિત સિદ્ધાચલપર અનશન ગ્રહણ કરી સેલકાચાર્ય સિદ્ધિ પદને પામ્યા. આવી રીતે સારા શિષ્ય પિતાના પ્રમાદી ગુરુને પણ સન્માર્ગે લાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org