________________
३७४
ઉપદેશમાળા તે હાથિએ વિચાર્યું કે “મારી કુક્ષિમાં ગર્ભ ઉત્પન્ન થયો છે, તેને કેઈ પણ ઉપાયથી ગુપ્ત રીતે પ્રસવું તે તે જીવતે રહે, અને ચૂથને (હથિણીના ટોળાને) અધિપતિ થાય.” એમ વિચારીને તે હાથિયું છેટી રીતે એક પગે લંગડી થઈને ચાલવા લાગી. તેથી કઈ વખત એક પહેરે તે પોતાના યૂથને ભેગી થતી, કેઈ વખત બે પહેરે થતી, કેઈ વખત એક દિવસે થતી અને કેઈ વખત બે દિવસે યૂથ ભેગી થતી એ પ્રમાણે કરતાં પ્રસવકાળ સમીપ આવેલ જાણીને તે તૃણને પૂળો લઈને કઈ તાપસેના આશ્રમમાં ગઈ ત્યાં તેણે પુત્ર (હાથી)ને જન્મ આપ્યો. પછી આવીને પિતાના યૂથ ભેગી થઈ ગઈ. પછી દરરોજ ચૂથની પાછળ રહીને તાપસેના આશ્રમમાં જઈ પોતાના બાળકને સ્તનપાન કરાવી પાછી યૂથ ભેગી થતી. એવી રીતે તે બાળકનું તેણે પોષણ ક્યું. તે આશ્રમમાં રહેલા હસ્તિબાળકનું તાપસએ પુત્રની જેમ પાલન કર્યું, તેથી તે તેઓને અત્યંત પ્રીતિપાત્ર થશે. પછી તે તાપસની સંગતિથી તે હાથી પણ પોતાની સુંઢમાં પાણી ભરી લાવીને આશ્રમના વૃક્ષોને પાણી પાવા લાગ્યું. તેથી તાપસેએ તેનું સેચનક એવું યથાર્થ નામ પાડ્યું. તે સેચનક અનુક્રમે વૃદ્ધિ પામી મહા બળવાન થ. એકદા સેચનક વનમાં ફરતો હતો, તેવામાં તેણે પેલે યૂથસ્વામી કે જે પોતાના પિતા હતું તેને જોયો, અને તે ચૂથપતિએ પણ તેને છે. તેથી તે બન્નેને પરસ્પર યુદ્ધ થયું. તેમાં મહા બળવાન શેચનકે પિતાના પિતાને યમદ્વારે મોકલ્યા (મારી નાંખે.) અને પિતે યુથપતિ થયા. પછી શેચન કે મનમાં વિચાર્યું કે “જેમ મારી માતાએ મને ગુપ્ત રીતે પ્રસ, ત્યારે હું પિતાને મારી યુથપતિ થયે, તેવી રીતે બીજે કઈ હાથિણી ગુપ્ત રીતે આ આશ્રમમાં પ્રસવશે તે તે મને મારીને ચૂથપતિ થશે.” એમ વિચારીને તેણે તે તાપસેના ઝુંપડાં ભાંગી નાંખ્યા. તે વખતે તાપસે એ વિચાર કર્યો કે “અહો ! આ હાથી મહા કૃતઘ્રી થયે. આપણે તે પુત્રની જેમ તેનું લાલનપાલન , અને તેણે તે મહા વિરુદ્ધ આચરણ કર્યું; માટે આને આપણે કઈ પ્રકારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org