________________
ઉપદેશમાળા
૩૭૩ દસ દસ દિવસે દિવસે. ઘમ હેઈ અહવે અહિયરે ઈઅ નંદિસેસરી. તહવય સે સંમવિવત્તી ૨૪
અર્થ “દિવસે દિવસે (હંમેશાં) દશ દશ પુરુષને ધર્મને બોધ કરે, અથવા તેથી પણ અધિકતર માણસને બેધ પમાડે, એવી નંદષેણ મુનિની શક્તિ-વચનલબ્ધિ (દેશનાલબ્ધિ) હતી, તેપણ તે નંદિષેણના ચારિત્રની વિપત્તિ થઈ (વિનાશ થયો). એ ઉપરથી નિકાચિત કર્મનો ભંગ અતિ બળવાન છે એમ સમજવું” ૨૪૮. અહીં નંદષણને સંબંધ જાણવો ૬૦.
શ્રી નાદિષણની કથા પ્રથમ નંદિષણનો પૂર્વભવ સારી રીતે કહે છે-કઈ એક ગામમાં મુખાય નામને બ્રાહ્મણ રહેતા હતા. તેણે એકદા છુટક છુટક મળીને લક્ષ બ્રાહ્મણોને ભોજન કરાવવાનો સંકલ્પ કર્યો. તે વખતે તેણે વિચાર્યું કે “જે મારે ઘેર કામકાજ કરવા માટે એક નકર હોય તે બહુ સારું” એમ વિચારીને પિતાની પડેશમાં રહેતા એક ભીમ નામના દાસને તેણે પૂછયું. ત્યારે તેણે કહ્યું કે
જે એ બ્રાહ્મણનું ભેજન થઈ રહ્યા પછી વધેલું અન્નાદિક તું મને આપે તે હું તારા ઘરનું કામકાજ કરું” તે સાંભળીને તે બ્રાહ્મણે તેની માગણી કબૂલ કરી, એટલે તે ભીમ તેના ઘરનું કામકાજ કરવા લાગ્યા અને બ્રાહ્મણનું ભેજન થઈ રહ્યા પછી બાકી રહેલું અન્ન નગરમાં રહેલા સાધુ સાધ્વીઓને બોલાવીને વહેરાવવા લાગે આ પ્રમાણે પુણ્ય કરવાથી તેણે ભેગમ ઉપાર્જન કર્યું. છેવટ આયુષ્ય ક્ષયે મરણ પામીને તે દાસને જીવ દેવલોકમાં દેવપણે ઉપન્ન થયું. ત્યાંથી આયુષ્ય ક્ષયે ચવીને રાજગૃહ નગરમાં શ્રાણિક રાજાને નંદષેણ નામે પુત્ર થયા અને પેલ લક્ષ બ્રાહ્મણને ભેજન કરાવનાર બ્રાહ્મણને જીવ ઘણું ભવમાં ભ્રમણ કરીને કેાઈ અટવીમાં હાથિણની કુક્ષિમાં ઉત્પન્ન થયે. તે હાથિણુને સ્વામી જે બાળકે થાય તેને મારી નાખતું હતું, તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org