________________
૩૭૦
ઉપદેશમાળા અતિ રૂપવાન પુત્ર બત્રીશ સ્ત્રીઓનો પતિ હતા. તે પોતાના ઘરમાં દેગુંદક દેવની જેમ પિતાની સ્ત્રીઓ સાથે વિષયસુખ ભોગવતે હતે. એકદા શ્રી નેમિનાથ જિનેશ્વર તે નગરીની વહારના ઉપવનમાં સમવસર્યા. તે ખબર જાણુંને થાવગ્નાકુમાર શ્રીજિનેશ્વરને વાંદવા ગયો. ત્યાં તેણે ભગવાનના મુખથી સંસારને નાશ કરનારી દેશના સાંભળી; તેથી સંસારની અનિત્યતા જાણી માતાની આજ્ઞા લઈ શ્રી જિનેશ્વર પાસે એક હજાર પુરુષે સહિત તેણે દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે તેણે ચૌદ પૂર્વનો અભ્યાસ કર્યો. પછી એક વખત ત્રાનેમિનાથની આજ્ઞા લઈને પોતાના હજાર શિષ્યો સહિત વિહાર કરતા થાવગ્ગાપુત્ર મુનિ સેલ્સક નામના પુરમાં આવ્યા. તે પુરને રાજા “સેલક” મુનિને વાંદવા આવ્યા. મુનિના મુખથી દેશના સાંભળીને પ્રતિબંધ પામેલ સેલક રાજા તે થાવસ્થા પુત્ર આચાર્ય પાસે બાર વ્રતધારી શ્રાવક થયે. ત્યાંથી વિહાર કરીને આચાર્ય સૌગંધિકા નગરીના નીલાશેક વનમાં પધાર્યા. તે નગરમાં
સુદર્શન” નામને શ્રેણી શુક નામના પરિવ્રાજકને પરમ ભક્ત રહેતે હતે. તે શ્રેષ્ઠી થાવગ્ગાપુત્ર આચાર્ય પાસે ગયે, ત્યાં તેણે પ્રતિબોધ પામીને મિથ્યાત્વને તથા શૌચમૂળ ધર્મને ત્યાગ કરીને શ્રીજિનભાષિત વિનયમૂળ ધર્મ અંગીકાર કર્યો. તે વાતની શુક પરિવ્રાજકને ખબર થતાં તે પોતાના હજાર શિષ્યો સહિત ત્યાં આવ્ય, સુદર્શન શ્રેષ્ઠી પાસે આવીને તેણે પૂછયું કે “હે સુદર્શન ! અમારા શૌચમૂલ ધર્મનો ત્યાગ કરીને તે આ વિનયમૂલ ધમ કોની પાસે ગ્રહણ કર્યો?” સુદર્શને જવાબ આપે કે
મેં વિનયમૂલ ધર્મ શ્રી થાવગ્ગાપુત્ર આચાર્ય પાસે ગ્રહણ કર્યો છે અને તે આચાર્ય મહારાજ પણ અહીં જ છે.” તે સાંભળીને શુક પરિવ્રાજક આચાર્યની સ્પર્ધાથી સુદર્શનને સાથે લઈને આચાર્ય પાસે આવ્યો. ત્યાં વાંદમાં આચાર્ય તેને નિરૂત્તર કર્યો. એટલે વિનયમૂલ ધર્મને સત્ય માનીને હજાર શિષ્યો સહિત શુક પરિવ્રાજકે તે આચાર્ય પાસે રીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે દ્વાદશાંગીનો અભ્યાસ કર્યો. તેને યોગ્ય જાણુને થાવરચા પુત્રે આચાર્યપદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org