________________
३६२
ઉપદેશમાળા પર્વતના દુર્ગોમાં વનચરો (ભિલ વિગેરે) સાથે ભમવું એ કાંઈક ઠીક છે પરંતુ દેવેન્દ્રના ભાવમાં [ સ્વર્ગમાં] પણ મૂખંજનનો સંગ સારો નથી.”
તે સાંભળીને રાજા પ્રસન્ન થયા. તેટલામાં રાજાનું સર્વ સૈન્ય કે જે પાછળ આવતું હતું તે આવી પહોંચ્યું. તેની સાથે રાજ પિતાના નગરમાં ગયો.
આ પ્રમાણે સંગતિનું ફળ જાણીને યતિઓએ ભ્રષ્ટાચારીને સંગ તજી તપસ્યામાં યત્ન કરવો. સિદ્ધાંતમાં કહ્યું છે કે – વિરમગિમિ પવેસો, વરં દિવસુણ કમુણ મરણું મા ગહિયધ્વમંગ, મા જયં ખલિયસીલસ છે
અગ્નિમાં પ્રવેશ કરે શ્રેષ્ઠ છે, અને વિશુદ્ધ કર્મ જે અણસણ તે વડે એટલે અણસણ અંગીકાર કરીને મરણ પામવું તે શ્રેષ્ઠ છે. પરંતુ ગ્રહણ કરેલા વ્રતને ભંગ કરવો શ્રેષ્ઠ નથી, અને જેનું શીલ ખલિત-ભ્રષ્ટ થયું છે એવા સાધુનું જીવવું તે શ્રેષ્ઠ નથી.”
સન્નચરણકારણું, જઈણો વંદંતિ કારણું પપ જે સુવિઇ પરમસ્થા, તે વંદતે નિવારંતિ ૨૨૮
અર્થ–“પતિએ કારણ પામીને એટલે નિર્વાહાદિક કારણની અપેક્ષા રાખીને જેમનું મહાવ્રતાદિક મૂળ ગુણરૂપ ચરણ અને પંચ સમિત્યાદિક ઉત્તર ગુણરૂપ કરણ અવસાન શિથિલ-ભ્રષ્ટ થયું હોય તેવા શિથિલાચારીને પણ વંદના કરે છે. પરંતુ જેઓએ સારી રીતે પરમાર્થને જાણે છે, એટલે કે “આપણને સુવિહિત [ ઉત્તમ સાધુઓને વંદાવવા તે યોગ્ય નથી.' એમ પિતાના દેષને જેઓ જાણે છે તેવા પાસસ્થાઓ પોતાને વંદન કરનાર સાધુઓને નિવારે છે. અર્થાત્ “તમે અમને વંદના કરશો નહીં.” એમ કહી તેમને અટકાવે છે.” ૨૨૮.
ગાયા ૨૨૮ ઉસન સુવિઈવ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org