________________
થરી કઈ કે આવો ત્યારે
અનાય
ઉપદેશમાળા કે “અરે! મને ધિક્કાર છે કે મેં કેવલીની આશાતના કરી.” આ પ્રમાણે ખેદ કરીને તેણે મિથ્યા દુષ્કૃત દીધે. પછી સાવીએ કહ્યું કે “હે સ્વામિન્ ! તમે શા માટે ભિન્ન થાઓ છો? તમે પણ ગંગા નદી ઉતરતાં કેવળજ્ઞાન પામી મોક્ષે જશે.” તે સાંભળીને ગુરુ ગંગાને કાંઠે આવી નાની અંદર બેઠા, તેટલામાં પૂર્વ ભવના વરી કઈ દેવે આવીને જે બાજુએ ગુરુ બેઠેલા છે તે ભાગને જળમાં ડુબાવવા માંડ્યો, ત્યારે ગુરુ નાવના મધ્ય ભાગમાં બેઠા, એટલે આખી નાવ બુડવા લાગી. તે જોઈ અનાય લોકેએ જાણ્યું કે “અરે ! આ યતિને લીધે સઘળાઓનું મરણ થશે.” એ પ્રમાણે ચિંતવી તેઓએ મળી આચાર્યને ઉપાડીને જળની અંદર નાંખી દીધે. તે સમયે પિલા દેવે આવીને તેની નીચે ત્રિશૂલ ધારણ કર્યું અને તે વડે અણિકાપુત્ર આચાર્યને વીધી લીધા. તે વખતે પિતાના શરીરમાંથી નીકળતા રુધિરને જોઈ આચાર્ય મનમાં વિચાર કરવા લાગ્યા કે “અરેરે ! આ મારા રુધિરથી જળના જીવની વિરાધના થાય છે. એ પ્રમાણે અનિત્ય ભાવના ભાવતાં ઘાતિકમને ક્ષય થવાથી કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા. ત્યાં દેવોએ આવીને તેને મહિમા કર્યો. તેથી લકેએ જાણ્યું કે “જે ગંગામાં મરે છે તે મેસે જાય છે. પછી તે સ્થાને પ્રયાગ નામના તીર્થની લેકેએ સ્થાપના કરી. જે અવિકલ તવસંજમં ચ, સાહુ કરિજજ પછાવિ અનિયસુયશ્વ સે નિયગ-મઠુંમચિરણ સાહેઈ ૧૭૧
અર્થ-“જે સાધુ અવિકળ કે સંપૂર્ણ એવું તપ (બાર પ્રકાર) અને સંયમ (સર્વ જીવરક્ષા રૂપ સત્તર પ્રકારનું) પશ્ચાત્ એટલે વૃદ્ધાવસ્થામાં પણ કરે છે-સાધે છે તે (વૃદ્ધાવસ્થામાં ધર્મ કરનાર) અણિકાપુત્ર આચાર્યની જેમ પિતાના અર્થને એટલે પરલોકના સાધનને અચિર કે. ચેડા કાળમાં પણ સાધે
ગાથા ૧૭૧-તવસંયમ અનિયસુયબ નિગમ-નિજક અર્થે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org