________________
ઉપદેશમાળા
૩૨૯ સ્વપ્નમાં જોયેલાં સુખ જેવાં જ સ્વર્ગમાં સુ કહી બતાવ્યાં. રાણીએ પૂછ્યું કે “એવાં સુખે કેવી રીતે મેળવાય?” ગુરુએ કહ્યું કે “યતિધર્મ પાળવાથી મેળવી શકાય.” પછી ધર્મનું સર્વ સ્વરૂપ જાણવાથી પુષ્પચૂલાને વૈરાગ્ય ઉપન્ન થયે, તેથી તેણે ચારિત્ર ગ્રહણ કરવાને માટે પતિની આજ્ઞા માગી. ત્યારે રાજાએ કહ્યું કે
તુ મને અતિ પ્રિય છે. મારાથી તારે વિયેગ સહન થઈ શકશે નહિ, તેથી હું તને દીક્ષા ગ્રહણ કરવાની આજ્ઞા કેવી રીતે આપી શકું?” રાણીએ ઘણા ઉપદેશવડે રાજાને વાળે, ત્યારે રાજાએ કહ્યું કે “જે દીક્ષા ગ્રહણ કરી અહીં જ રહે અને મારા ઘરની ભિક્ષા લે તે હું તને દીક્ષા ગ્રહણ કરવાની આજ્ઞા આપું.” રાણીએ એ બાબત કબૂલ કરી અને અર્ણિકાપુત્ર આચાર્ય પાસે દીક્ષા લીધી. પછી તે ત્યાંજ રહીને રાજાને ઘેરથી દરરોજ શુદ્ધ ભિક્ષા લે છે અને શુદ્ધ ચારિત્રધર્મ પાળે છે.
એક દિવસ અર્ણિકાપુત્ર આચાર્યે બાર વર્ષને દુષ્કાળ પડવાનું જ્ઞાનવડે જાણી સર્વ યતિઓને જુદી જુદી દિશાઓમાં એકલી દીધા અને પોતે નહિ ચાલી શકવાથી ત્યાં જ રહ્યા. પુષ્પચૂલા સાચવી દરરોજ ગુરુને આહાર લાવી આપે છે અને તેમની પિતાની માફક સેવા કરે છે. એ પ્રમાણે પ્રતિદિન ગુરુભક્તિપરાયણ રહેતાં પુષ્પચૂલાને શુભ ધ્યાનના યેગથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, પણ તે ગુરુને આહાર વિગેરે લાવીને આપે છે. એક વખત મેઘ વરસતા હતે, છતાં પણ પુષ્પચૂલા ભિક્ષા લઈને આવી. તેને ગુરુએ કહ્યું કે “હે વત્સ ! તું આ શું કરે છે? એક તો હું એક સ્થાનવાસી છું, બીજું હું સાવીને આણેલે આહાર ગ્રહણ કરું છું, વળી વરસાદ વરસે છે છતાં પણ તું આહાર લાવીને મને આપે છે, તે શું ઉચિત કરે છે?” ત્યારે પુષ્પચૂલાએ કહ્યું કે “હે સ્વામી! આ મેઘ અચિત્ત છે.” ગુરુએ કહ્યું કે “તે તે કેવલી હોય તે જ જાણે. ત્યારે પુષ્પગુલાએ કહ્યું કે “સ્વામિન્ ! આપની કૃપાથી તે જ્ઞાન મને પણ છે.” તે સાંભળીને આચાર્ય પશ્ચાત્તાપ કરવા લાગ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org