________________
૩૨૭
ઉપદેશમાળા પુત્રી રૂ૫ યુગ્મ) ને જન્મ આપ્યું. તેમાં પુત્રનું નામ પુપચૂલ પાડ્યું. અને પુત્રીનું નામ પુષ્પચૂલા પાડ્યું. અનુક્રમે તે બને યૌવનાવસ્થા પામ્યા અને સર્વ કળામાં કુશળ થયા. તેઓને પરસ્પર અતિ સ્નેહ બંધાય, તેથી એક બીજા વિના તેઓ એક ક્ષણ પણ રહી શકતા નહોતા. તે જોઈને એકદા તેના પિતાએ વિચાર કર્યો કે “આ સાથે જન્મેલા પુત્રપુત્રી પરસ્પર અત્યંત નેહવાળા છે, તેથી જે તેમાંથી પુત્રીને બીજે પરણાવીશ તે તેમના સ્નેહનો ભંગ થશે, માટે એ બંનેનો જ પરસ્પર લગ્નસંબંધ થાય તો તેમને વિયાગ ન થાય.” એ પ્રમાણે ચિંતવી નાગરિક લોકોને બોલાવીને રાજાએ પૂછયું કે “અંતઃપુરમાં ઉત્પન્ન થયેલા રત્નને સ્વેચ્છાથી જોડવાને કેણ સમર્થ છે તે કહો.” તે સાંભળીને તેને આશય નહિ જાણનારા પ્રધાન પુરુષોએ કહ્યું કે
હે રાજન ! સંસારમાં જે જે રત્ન ઉત્પન્ન થાય છે તેને અન્યની સાથે જોડવાને રાજા સમર્થ થાય છે, તે અંતઃપુરમાં ઉત્પન્ન થયેલાં રત્નને જોડવાને રાજા સમર્થ થાય તેમાં તે શું કહેવું !' એ પ્રમાણે છળવડે તેઓની અનુજ્ઞા મેળવીને અંતઃપુરની સ્ત્રીઓએ અટકાવ્યા છતાં પણ રાજાએ તે બે ભાઈ બેનને લગ્નસંબંધ કર્યો. એ કાર્ય ઘણું જ અસમંજસ (અયોગ્ય) થયેલું જોઈ તેની માતા પુષ્પવીએ વૈરાગ્યપરાયણ થઈને દીક્ષા ગ્રહણ કરી. પછી તે તપ તપ કાળ કરીને દેવપણે ઉત્પન્ન થઈ. પુષ્પકેતુ રાજા પણ અનુકમે પરલોકમાં ગયો એટલે પુષ્પસૂલ કુમાર રાજા થયે. તેણે પોતાની પરણેલી બેન પુષ્પચૂલાને પટ્ટરાણ કરી અને તેની સાથે વિષયસુખ ભેગવત સતે ઘણે કાળ વ્યતીત કર્યો.
એક સમયે તેમની માતાને જીવ જે દેવ થયે છે તેણે અવધિજ્ઞાનથી જોયું, એટલે તેને પૂર્વ ભવના પુત્ર પુત્રી ઉપર પ્રીતિ ઉત્પન્ન થવાથી તે મનમાં વિચાર કરવા લાગ્યો કે “આ મારા પૂર્વ ભવના પુત્ર અને પુત્રી આવા પ્રકારનું પાપકર્મ કરી નરકમાં જશે, તેથી હું તેમને પ્રતિબંધ પમાડું.” એમ વિચારી તેણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org