________________
૩ ૨૬
ઉપદેશમાળા સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તેઓએ પોતાના પૂર્વ ભવનું સ્વરૂપ જોયું, જેથી તેઓ બેલ્યા કે “અરે ! આ અમારો પૂર્વ ભાવનો અભવ્ય ગુરુ ઉંટપણે ઉત્પન્ન થયો છે. કર્મની ગતિ વિચિત્ર છે. કારણ કે આણે પૂર્વ ભવમાં જ્ઞાન મેળવ્યું હતું, પણ શ્રદ્ધા વિનાનું તે નિષ્ફળ થયું. તેથી તે આવી અવસ્થાને પ્રાપ્ત થયેલ છે, અને હજુ તે અનંતા જન્મમરણ કરશે.” એ પ્રમાણે કહી તે ઉંટને તેના ધણ પાસેથી છોડાવ્યો.
પછી તે પાંચસે રાજપુત્રો વિચારવા લાગ્યા કે “આ સંસાર અનિત્ય છે. કિપાકના ફુલ જેવા અને ચિરપરિચિત એવા ભેગથી સયું. હસ્તીના કર્ણ જેવી ચંચળ આ રાજ્યલક્ષમીને ધિકકાર છે!” આ પ્રમાણે વૈરાગ્યપરાયણ થઈ તેઓએ ચારિત્ર ગ્રહણ કર્યું. પ્રાંતે સર્વે સદગતિના ભાજન થયા.
આ પ્રમાણે સુશિષ્ય અન્ય ભવમાં પણ ઉપકારી થાય છે. એ આ સ્થાને ઉપદેશ છે. સંસારવંચણ નવિ ગણુતિ, સંસારસૂઅર છવા ! સુમિણગએણુવિ કેઈ બુઝંતિ પુષ્ફચૂલાવા છે ૧૭૦ છે
અર્થ–“સંસારને વિષે આસક્ત શર-ભુંડ જેવા જીવો સંસારની વંચનાને ગણતા નથી (વિષયાસક્ત જી વિષયને જ સારભૂત ગણે છે), અને કેટલાક (લઘુકમી છો) સ્વપ્ન મધ્યે દેખવા માત્રથી પણ પુષ્પચૂલાની જેમ પ્રતિબંધ પામે છે.” ૧૭૦. જેમ પુષ્પચૂલા નામે રાણી સ્વપ્નમાં નરકાદિ સ્વરૂપને જોઈને પ્રતિબોધ પામી, એવા પણ કેટલાક જીવો હોય છે. પ૩.
પુષ્પચૂલાની કથા પુષ્પભદ્ર નામના નગરમાં પુષ્પકેતુ નામે રાજા હતા. તેને પુષ્પવતી નામે પટ્ટરાણી હતી. એક દિવસ તેણે બે બાળકે (પુત્ર
ગાથા ૧૦૦ સૂયરા ! પુષ્પચૂલા ઈવ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org